ગુજરાતદક્ષિણ ગુજરાત

સુરતની સ્મીમેર હોસ્પિટલની ઘોર બેદરકારી, રખડતાં શ્વાન બાળ અને ગાયનેક વિભાગ સુધી લટાર મારે છે

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બેદરકારી સામે આવી છે.સુરતની સ્મીમેર હોસ્પિટલમાં શ્વાન રખડતાં હોવાનો વીડિયો ફરી એકવાર વાઈરલ થયો છે. થોડા સમય પહેલા પણ આવોજ એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં એક શ્વાન હોસ્પિટલમાં બેન્ચ નીચે સૂતો જોવા મળ્યો હતો.

સ્મીમેર હોસ્પિટલમાં સિક્યોરિટી હોવા છતાં પણ રાત્રીના સમયે બાળકોના વોર્ડ તથા ગાયનેક વોર્ડ પાસે શ્વાન આંટાફેરા મારતો દેખાયો હતો. હોસ્પિટલના જે વિભાગ પાસે શ્વાન આંટાફેરા મારી રહ્યો હતો તે નવજાત શિશુ, નાના બાળકો અને સગર્ભાઓ માટે જોખમી પૂરવાર થઇ શકે છે. તેવામાં સિક્યોરિટી હોવા છતાં પણ શ્વાન ત્યાં સુધી પહોંચી જતાં દર્દીઓના સંબંધીઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Surat Smimer Hospital
સ્મીમેર હોસ્પિટલમાં સિક્યોરિટી હોવા છતાં પણ રાત્રીના સમયે બાળકોના વોર્ડ તથા ગાયનેક વોર્ડ પાસે શ્વાન આંટાફેરા મારતો દેખાયો હતો

હાલ સોશિયલ મીડિયામાં સ્મીમેર હોસ્પિટલનો જે વીડિયો વાઈરલ થયો છે તે એક દર્દીના સંબંધી દ્વારા ઉતારવામાં આવ્યો હતો. વાઈરલ વીડિયોમાં આપણે જોઇ શકીએ છીએ કે, શ્વાન બેખૌફ અને બિન્દાસ્ત સ્મીમેર હોસ્પિટલમાં આંટાફેરા મારી રહ્યો છે. નવજાત શિશુઓના આઇસીયુ, પીઆઇસીયુ તથા ગાયનેક વોર્ડ તરફ ચક્કર માર્યા બાદ શ્વાન અન્ય વોર્ડ તરફ જતો જોવા મળે છે. જ્યાં એક બાળક રમી રહ્યો હતો. સદનસીબે શ્વાને બાળકને કોઇ હાનિ પહોંચાડી ન હતી.

Back to top button