GPSC ઉમેદવારોના જાન્યુઆરી–ફેબ્રુઆરી પરીક્ષાના કોલલેટર જાહેર, અધિકૃત વેબસાઇટ પર લિંક એક્ટિવ

HD News Desk , 20 જાન્યુઆરી 2026: GPSC Call Letter Download 2026:ગુજરાતમાં સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાનારી કુલ 7 ભરતી પરીક્ષાઓ માટે કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આયોગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ ઉમેદવારોને પોતાની હોલ ટિકિટ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ મેળવવાની રહેશે. કોઈપણ ઉમેદવારને ટપાલ કે પોસ્ટ દ્વારા કોલલેટર મોકલવામાં નહીં આવે, તેથી ઉમેદવારોને નિયમિત રીતે GPSCની સત્તાવાર વેબસાઇટ તપાસતા રહેવાની સલાહ આપવામાં આવી છે.
કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા કેવી છે?
GPSC દ્વારા જાહેર કરાયેલી સૂચના અનુસાર, ઉમેદવારોએ આયોગની સત્તાવાર વેબસાઇટ અથવા OJAS પોર્ટલ પર લોગિન કરીને પોતાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી કોલલેટર મેળવી શકશે. હોલ ટિકિટમાં પરીક્ષા કેન્દ્રનું સરનામું, પરીક્ષાનો સમય તેમજ અન્ય જરૂરી સૂચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે અંતિમ સમયે તકલીફ ન પડે તે માટે સમયસર કોલલેટર ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલી તમામ વિગતો ધ્યાનપૂર્વક ચકાસી લેવી. પરીક્ષા દિવસે કોલલેટરનો પ્રિન્ટઆઉટ સાથે રાખવો અનિવાર્ય રહેશે.
આગામી પરીક્ષાઓનું સમયપત્રક
GPSC દ્વારા વર્ષ 2026માં યોજાનારી ક્લાસ-1 અને ક્લાસ-2 કેડરની વિવિધ પરીક્ષાઓનું આયોજન પણ જાહેર કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરીથી એપ્રિલ 2026 દરમિયાન કુલ 18 અલગ-अलग સંવર્ગો માટે પ્રાથમિક પરીક્ષાઓ લેવામાં આવશે. આ પરીક્ષાઓમાં વહીવટી સેવાઓ ઉપરાંત ટેકનિકલ વિભાગો અને શિક્ષણ ક્ષેત્રની વિવિધ ભરતી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, લગભગ બે મહિના અગાઉ આયોગે રાજ્યના 67 અલગ-અલગ વિભાગોમાં કુલ 378 જગ્યાઓ માટે મેગા ભરતી જાહેર કરી હતી, જેના કારણે લાખો ઉમેદવારો સક્રિય તૈયારીમાં લાગ્યા છે. આ જાહેરાતે સરકારી નોકરીના ઇચ્છુક યુવાનોમાં નવી ઉત્સાહ અને આશા જગાવી છે.
આ પણ વાંચો:SC/ST એક્ટ પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: ફક્ત અપશબ્દોથી કેસ નહીં બને, ઈરાદો સાબિત કરવો ફરજિયાત












