ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી
ઓનલાઈન શોપિંગમાં હવે નહીં ચાલે ફેક ડિસ્કાઉન્ટની રમત, સરકાર લાવી રહી છે નવો કડક નિયમ

E-Commerce Scam: ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ફેક કે ખોટા ડિસ્કાઉન્ટ બતાવીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી કંપનીઓ પર હવે ભારત સરકાર કડક લગામ લગાવવા જઈ રહી છે. ગ્રાહકો માટે ટ્રાન્સપરન્સી વધારવા માટે સરકારે ગ્રાહક સુરક્ષા (ઈ-કોમર્સ) નિયમો, 2020 માં મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. આ નવા સુધારેલા નિયમો 1 જાન્યુઆરી 2027થી અમલમાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
કિંમત અને ડિસ્કાઉન્ટ અંગે સ્પષ્ટ જાણકારી આપવી પડશે
ઘણીવાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ બતાવવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં પ્રોડક્ટની મૂળ કિંમત વધારીને ડિસ્કાઉન્ટ દર્શાવાય છે. હવેથી કોઈપણ સામાન પર ડિસ્કાઉન્ટ આપતી વખતે કંપનીઓએ ઘટેલી કિંમતની સાથે તેની ‘પ્રાયર પ્રાઈસ’ પણ દર્શાવવી પડશે. પ્રાયર પ્રાઈસ એટલે કે છેલ્લા 30 દિવસ દરમિયાન જે કિંમતે તે પ્રોડક્ટ વેચાઈ હોય તે કિંમત. આનાથી ગ્રાહકો જાણી શકશે કે તેમને વાસ્તવમાં કેટલી બચત થઈ રહી છે.
સર્ચ રિઝલ્ટ અને ડાર્ક પેટર્ન પર રોક
કંપનીઓ સર્ચ રિઝલ્ટમાં એવી રીતે ફેરફાર નહીં કરી શકે જેથી ગ્રાહક ગેરમાર્ગે દોરાય. પેડ પ્રોમોશન અથવા સ્પોન્સર્ડ લિસ્ટિંગને અલગથી અને સ્પષ્ટ રીતે દર્શાવવું પડશે. ગ્રાહકોને ચોક્કસ વિકલ્પ પસંદ કરવા માટે મજબૂર કરતી ‘ડાર્ક પેટર્ન’ ચલાવતી કંપનીઓ પર કડક કાર્યવાહી થશે. કંપનીઓએ દર વર્ષે સેલ્ફ ઓડિટ કરીને કમ્પ્લાયન્સ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે.
ગ્રાહક ફરિયાદ અને પ્રોડક્ટની સંપૂર્ણ માહિતી
-
ફરિયાદનો ઓફિશિયલ રેકોર્ડ: દરેક ઈ-કોમર્સ યુનિટે ‘નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈન’ સાથે જોડાવું પડશે. ગ્રાહકે કરેલી ફરિયાદની રેકોર્ડ કરાયેલી ઓફિશિયલ કોપી ગ્રાહકને આપવી પડશે. (ઉલ્લેખનીય છે કે ૨૦૨૫ માં હેલ્પલાઈનને મળેલી કુલ 17.71 લાખ ફરિયાદોમાંથી ૨૯% ફરિયાદો ઈ-કોમર્સ ક્ષેત્રની હતી).
-
પ્રોડક્ટ ડિટેલ્સ: કોઈપણ પ્રોડક્ટ પર ‘Best Before’ કે ‘Use Before’, રિટર્ન, રિફંડ, વોરંટી અને કન્ટ્રી ઓફ ઓરિજિન (Country of Origin) ની સ્પષ્ટ માહિતી આપવી ફરજિયાત રહેશે.
આ પણ વાંચોઃ ઈનસ્ટાગ્રામનું નવું ફિચર ! હવે તમારી પ્રોફાઈલ પર જોઈ શકશો પસંદગીની ટેગ પોસ્ટ












