Googleનું નવું મોનિટરિંગ શરૂ, RAM પર બોજ નાખતી એપ્સ મુશ્કેલીમાં
Google : ગૂગલે એન્ડ્રોઇડ એપ્સ માટે નવા ક્વોલિટી નિયમોની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ્ય એપ્સ દ્વારા થતા વધુ પડતા રેમ (RAM) વપરાશને ઘટાડવાનો છે. કંપનીના જણાવ્યા અનુસાર, મેમરી ચિપની ઉપલબ્ધતા પર વધી રહેલા દબાણ વચ્ચે ફોનની પરફોર્મન્સને ઉત્તમ જાળવી રાખવી જરૂરી છે. નવા નિયમો હેઠળ એવી એપ્સ સામે કાર્યવાહી કરવામાં આવશે જે નિર્ધારિત મેમરી અને પરફોર્મન્સ મર્યાદા કરતાં વધુ રિસોર્સિસનો ઉપયોગ કરશે. આ નિયમો ફેબ્રુઆરી 2027થી લાગુ કરવામાં આવશે અને નિયમોનું પાલન ન કરનારી એપ્સની ગૂગલ પ્લે (Google Play) પર વિઝિબિલિટી તેમજ પબ્લિશિંગ સુવિધાઓ ઘટાડી શકાય છે.
એપ્સના રેમ (RAM) વપરાશ પર લાગશે મર્યાદા
Google એન્ડ્રોઇડ એપ્સ માટે મેમરી વપરાશ સંબંધિત નવા નિયમો રજૂ કર્યા છે. કંપનીનું કહેવું છે કે મોબાઇલ ઉદ્યોગમાં હાર્ડવેર સપ્લાય પર દબાણ વધી રહ્યું છે, જેના કારણે આગામી સમયમાં ડિવાઇસની મેમરી ઉપલબ્ધતા પ્રભાવિત થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એન્ડ્રોઇડમાં મેમરીની વ્યાપક મર્યાદાઓ લાગુ કરવામાં આવી રહી છે, જેથી કોઈ એક એપ ફોનની ખૂબ વધારે મેમરી વાપરીને સમગ્ર સિસ્ટમને ધીમી ન પાડી દે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ગૂગલ પ્લે હવે કોડ ઓપ્ટિમાઇઝેશન (Code Optimization), બિટમેપ મેમરી વપરાશ (Bitmap Memory Usage) અને ડાયનેમિક મેમરી વપરાશ (Dynamic Memory Usage) જેવા ત્રણ ક્ષેત્રોમાં પરફોર્મન્સ ધોરણો નક્કી કરી રહ્યું છે.
ડેવલપર્સે એપ ઓપ્ટિમાઇઝ કરવી પડશે
ગૂગલ પ્લે પર ઉપલબ્ધ એપ્સે R8 જેવા ટૂલ્સની મદદથી ઓપ્ટિમાઇઝેશન, શ્રિન્કિંગ અને ઓબફસ્કેશનમાં ઓછામાં ઓછું 25 ટકા કવરેજ મેળવવું પડશે. ગૂગલે સ્પષ્ટ કર્યું છે કે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ રિસોર્સિસનો ઉપયોગ કરતી એપ્સનું પરફોર્મન્સ પ્રભાવિત થઈ શકે છે અને તેને બંધ (ક્લોઝ) પણ કરવામાં આવી શકે છે.
આ પણ વાંચો: યુક્રેન-રશિયા યુદ્ધમાં મોટો ભડકો: કિવ પર રશિયન હુમલામાં મૃત્યુઆંક વધીને 38 થયો, 4 લોકો હજુ પણ ગુમ
ડેવલપર્સની મદદ માટે પ્લે કન્સોલમાં નવા ડાયગ્નોસ્ટિક ટૂલ્સ પણ આપવામાં આવી રહ્યા છે. જેમાં એન્ડ્રોઇડ વાઇટલ્સમાં વિગતવાર મેમરી માહિતી, આઉટ ઓફ મેમરી (OOM) ક્રેશનું ફિલ્ટર, DEX કોડ ઓપ્ટિમાઇઝેશનની વિગતો અને નિર્ધારિત મર્યાદા વટાવી જવા પર ચેતવણી (એલર્ટ) સામેલ છે.
ફેબ્રુઆરી 2027થી થશે કડક અમલ
આ નવા નિયમો ફેબ્રુઆરી 2027થી લાગુ કરવામાં આવશે. જે એપ્સ અને ગેમ્સ નિર્ધારિત જરૂરિયાતોને પૂર્ણ નહીં કરે, તેમની ગૂગલ પ્લે પર વિઝિબિલિટી અને પબ્લિશિંગ સંબંધિત સુવિધાઓ મર્યાદિત કરવામાં આવી શકે છે. ગૂગલે જણાવ્યું છે કે આ નિયમો સાથે જોડાયેલી વધુ માહિતી આ વર્ષના અંત સુધીમાં શેર કરવામાં આવશે.
આ ઉપરાંત, કંપનીએ ‘ઝીરો ટેપ સાઇન-ઇન’ (Zero-tap sign-in) સ્ટાન્ડર્ડ પણ રજૂ કર્યું છે. આ અંતર્ગત, જે એપ્સ યુઝર સાઇન-ઇનની સુવિધા આપે છે, તેમણે નવા એન્ડ્રોઇડ ડિવાઇસ પર સ્વિચ કર્યા બાદ યુઝરનું સાઇન-ઇન સ્ટેટસ આપમેળે પુનઃસ્થાપિત (રિસ્ટોર) કરવું પડશે.
આ પણ વાંચો:93 લોકો સાથે કૈલાશથી પરત ફર્યા માનસી પારેખ, મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો ભાવુક માહોલ












