UPI યુઝર્સ માટે ગુડ ન્યૂઝ: હવે 15 સેકન્ડમાં થઈ જશે UPI ટ્રાન્ઝેક્શન

નવી દિલ્હી, 3 મે 2025: UPI દ્વારા ચુકવણી કરનારાઓ માટે રાહતના સમાચાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે, જેનો લાભ UPI વપરાશકર્તાઓને મળશે. 16 જૂન 2025થી UPI વ્યવહારો (ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બંને આધારિત) હવે ફક્ત 15 સેકન્ડમાં થશે. પહેલા તેમાં 30 સેકન્ડ લાગતું હતું. નવા આદેશમાં વિવિધ નાણાકીય અને બિન-નાણાકીય UPI પ્રવૃત્તિઓ માટે API પ્રતિભાવ સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે.
અત્યાર સુધી, UPI એપનો ઉપયોગ કરીને પૈસા મોકલવા માટે, લોકોએ QR કોડ સ્કેન કરીને ટ્રાન્ઝેક્શન કન્ફર્મેશનની રાહ જોવી પડતી હતી, જેમાં ક્યારેક ઘણો સમય લાગે છે. NPCI એ આ વિલંબ ઘટાડવાનો નિર્ણય લીધો છે. NPCI એ તમામ UPI નેટવર્ક ભાગીદારો જેમ કે બેંકો અને થર્ડ પાર્ટી એપ્લિકેશનો (ફોનપે, ગૂગલ પે, પેટીએમ વગેરે) ને ટ્રાન્ઝેક્શન પ્રક્રિયાની ગતિને વધુ વધારવા માટે તેની સિસ્ટમમાં તકનીકી સુધારા કરવા નિર્દેશ આપ્યો છે. આ સુધારાથી એન્ડ યૂઝરને સીધો ફાયદો થશે અને હવે ચુકવણીઓ ઝડપથી કરી શકાશે.
NPCI એ બેંકો અને થર્ડ પાર્ટી UPI એપ્સને તેની સિસ્ટમને એવી રીતે અપડેટ કરવાનો નિર્દેશ આપ્યો છે કે જેથી તમામ પ્રકારના UPI વ્યવહારો, પછી ભલે તે ડેબિટ કાર્ડ આધારિત હોય કે ક્રેડિટ કાર્ડ આધારિત, હવે ફક્ત 15 સેકન્ડમાં પૂર્ણ થઈ જશે. UPI ટ્રાન્ઝેક્શનનો સમય ઘટાડીને 15 સેકન્ડ કરવામાં આવ્યો. પહેલા જ્યાં ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ માટે 30 સેકન્ડ સુધીની મંજૂરી હતી, તે હવે અડધી કરવામાં આવી છે.
બધી નાણાકીય (દા.ત. ચુકવણીઓ, ટ્રાન્સફર) અને બિન-નાણાકીય (દા.ત. બેલેન્સ ચેક, પિન ફેરફાર) UPI પ્રવૃત્તિઓ માટે API Response સમય અપડેટ કરવામાં આવ્યો છે. API રિસ્પોન્સ ટાઈમ એટલે એવો ટાઈમ જેમાં API માટે રિકવેસ્ટ આવે છે, જેને પ્રોસેસ કરવામાં આવે છે, જે રિસ્પોન્સ મોકલવા માટેનો સમય છે. API એટલે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. UPI પેમેન્ટ સિસ્ટમમાં સોફ્ટવેર એકબીજા સાથે જોડાય છે અને પેમેન્ટ થાય છે.
આ પણ વાંચો..મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ: યુવતીએ કહ્યું લગ્ન કરવાનું કહી…..












