મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ: યુવતીએ કહ્યું લગ્ન કરવાનું કહી…..

વડોદરા, 3 મે 2025: વડોદરાના જાણીતા ક્રિકેટર અને IPLની મુંબઈ ઈન્ડિયન ટીમના પૂર્વ ખેલાડી શિવાલિક શર્મા પર રાજસ્થાનના જોધપુરની એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ખળભળાટ મચી ગયો છે. પિડીતાનો આરોપ છે કે, સગાઈ નક્કી કરી લગ્નના વચન પર શારીરિક સબંધો બનાવ્યા બાદ સબંધ તોડી નાખવામાં આવ્યો હતો. જોધપુરના કુડી ભગત સુની પોલીસ સ્ટેશને આ મામલે ગુનો નોંધાયો છે. હાલમાં કેસની સમગ્ર તપાસ ચાલી રહી છે.
આઈપીએલ રમી ચૂકેલા શિવાલીક શર્મા પર લગ્નના બહાને એક મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. શિવાલીક ઓલરાઉન્ડર તરીકે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહ્યો છે. ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે શિવાલિક શર્મા સાથે તેના સાથે લગ્ન કરવાની વાત કરતો હતો અને બંનેની સગાઈ પણ થઈ હતી. જોકે, શિવાલિકે દુષ્કર્મ બાદ હવે લગ્ન કરવાનું ઇનકાર કરી દીધું છે. યુવતીની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં તેનો મેડિકલ ચેકઅપ પણ કરાવ્યો છે.
જાણો સમગ્ર મામલો ?
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ 2003માં તે પોતાના મિત્રો સાથે વડોદરા ગઈ હતી. તે દરમિયાન તેની મુલાકાત શિવાલિક શર્મા સાથે થઈ હતી. ત્યારબાદ યુવતી અને શિવાલિકની મોબાઇલ પર વાતચીત શરૂ થઈ, જે ધીમે ધીમે નજીકના સંબંધમાં પરિવર્તિત થઈ. અંતે બંને વચ્ચે પ્રેમસંબંધ બંઘાયો હતો. વર્ષ 2023ના ઓગસ્ટ મહિનામાં શિવાલિક પોતાના માતા-પિતાની સાથે જોધપુર આવ્યો હતો, જ્યાં બંને પરિવારજનોની મંજુરીથી તેમના સગાઈની વિધિ પૂર્ણ થઈ હતી. એક વખત શિવાલિક તેને મળવા માટે તેના ઘરે આવ્યો હતો. ત્યારે તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. યુવતાના મતે, શિવાલિકે લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કર્યો અને બાદમાં લગ્ન કરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી.
વડોદરાના રહેવાસી શિવાલીક શર્માએ વર્ષ 2018માં રણજી ટ્રોફી થકી કારકિર્દીની શરૂઆત કરી હતી. શિવાલિક શર્મા હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.
આ પણ વાંચો..મધ્યપ્રદેશની મોડલનો સુરતની બંધરૂમમાં આપઘાત: આપઘાત પાછળનું કારણ અકબંધ












