માથાભારે પ્રેમી: ગર્લફ્રેન્ડનો ફોન વ્યસ્ત આવતા આખા ગામની લાઈટ કાપી નાખી

VIRAL VIDEO: પ્રેમમાં પાગલ થયેલા લોકો હાથની નસ કાપતા તો તમે ફિલ્મોમાં જોયું હશે, પણ આજે અમે આપને કોઈ ફિલ્મી કહાની નહીં, પણ એક અસલી કહાની બતાવવા જઈ રહ્યા છે. આ કહાનીમાં એક આશિકે નસ તો નહીં પણ આખા ગામની વીજળી જરુરથી કાપી નાખી. કહેવાય છે કે તેની ગર્લફ્રેન્ડનો ફોન બિઝી આવતો હતો, જેના કારણે તે એટલો કંટાળી ગયો કે વીજળીના થાંભલા પર ચડી ગયો અને તેણે તાર કાપી આખા ગામની લાઈટ ઠપ કરી નાખી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ગર્લફ્રેન્ડનો ફોન બિઝી રહેતા આખા ગામની લાઈટ કાપી નાખી
વાયરલ વીડિયોમાં એક યુવક હાથમાં મોટું પ્લાયર સાથે દેખાઈ રહ્યો છે. તે વીજળીના થાંભલા પર ચડેલો છે, જેની ચારેતરફ કેટલાય તાર બાંધેલા છે. વીડિયોમાં તે તાર કાપતા દેખાઈ રહ્યો છે, જેનાથી આખા વિસ્તારની લાઈટ ઠપ થઈ જાય છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. લોકો આ વીડિયો પર અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે, જો કે આ પુષ્ટિ નથી થઈ કે આ વાયરલ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર મજેદાર કોમેન્ટ
વીડિયો વાયરલ થયા બાદ યૂઝર્સ એકથી એક ચડિયાતી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, પ્રેમમાં આશિક તો બહુ જોયા હશે, પણ આવો આશિક જે પાગલ થઈ જાય, પહેલી વાર જોયો છે. અન્ય એક યૂઝરે લખ્યું કે, આશિક પોતાની નસ કાપે છે, આને તો આખા ગામની નસ કાપી નાખી.












