ઉત્તર ગુજરાતગુજરાત

ગાંધીનગર : ભેંસના પૈસાની તકરારમાં ભૂવાએ પરિવારને અંધશ્રધ્ધાની જાળમાં ફસાવી રુ. 62 હજાર પડાવી લીધા

Text To Speech

ગાંધીનગરમાં એક ચોંકાવનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પશુપાલકે ભૂવાને તેની ભેંસ વેચી પરંતુ ભૂવાએ ભેંસના પૈસા તો ન જ આપ્યા પરંતુ પશુપાલક પાસેથી વધારાના 62 હજાર રુપિયા અને સોનાના પગરખા પણ પડાવી લીધા હતા . એટલુ જ નહી પરંતુ આ ભૂવાએ પશુપાલકના ઘરે જઈને કરેલી તાંત્રિક વિધિનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જેથી આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

ભૂવાએ અંધશ્રદ્ધાના નામે પશુપાલક સાથે કરી છેતરર્પિંડી

જાણકારારી મુજબ ગાંધીનગરના એક ગામમાં રહેતા પશુપાલકે અન્ય ગામના ભુવાને રૂ.60 હજારમાં ભેંસ વેચી હતી. પરંતુ ભૂવીએ પશુપાલકને ભેસના પૈસા આપ્યા ન હતી. પરિવારે પૈસાની માંગણી કરતા ભેસ તો મરી ગઈ પછી શેના પૈસા એવો જવાબ આપ્યો હતો. અને આ ભુવાએ પશુપાલકના ગામમાં આવીને ખરીદેલી ભેંસ મરી ગઈ છતાં પરિવાર પૈસા માગી ધાકધમકી આપતો હોવાનો આક્ષેપ મૂકીને માતા મૂક્યાની ધમકી આપી હતી.

ગાંધીનગરમાં અંધશ્રદ્ધાના નામે ઠગાઈ-humdekhengenews

માતા પાછી વાળવા દંડ માંગ્યો

ભૂવાએ પરિવારને સમાધાન માટે “મારી માતા પાછી વાળવી હોય તો તમારે દંડ આપવો પડશે” અને દંડના સ્વરૂપમાં 51 હજાર રૂપિયા રોકડા તેમજ સોનાનું જૂતું આપવું પડશે. તો જ મારી માતા પાછી લઈ જઈશ તેવી વાત કરી હતી. અને જો આમ નહી કરવામાં આવે તો માતાના કારણે પરિવારમાંથી કોઈનો જીવ જવાનો ડર બતાવ્યો હતો.

માતાનો ડર મુકીને 62 હજાર પડાવી લીધા

ભૂવાની આ ધમકીથી પરિવાર ભયમાં મુકાઈ ગયો હતો અને પરિવારે આ ભૂવીને તેમના ઘરે આવીને જે થતું હોય તે લઈ જવા કહી તેમની તમામ વાત માનવા તૈયાર થઈ ગયા હતા. જે બાદ આ ભૂવાએ આ પશપાલકના ઘરે જઈને બળજબરીથી તાંત્રિક વિધિના નામે 51 હજાર માતા પાછા વાળવાના અને 11 હજાર સોનાના જૂતાના એમ કરીને 62 હજાર રોકડા પડાવી લીધા હતા.

તાંત્રિંક વિધિનો વીડિયો બનાવી કર્યો વાયરલ

આ ભૂવાએ પશુપાલકના ઘરે જઈને કરેલ તાંત્રિકવિધિ વગેરેનો વીડિયો પણ બનાવ્યો હતો. અને આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર પણ કર્યો હતો. જેથી આ પરિવારે ભુવા વિરુદ્ધ અંધશ્રદ્ધાના નામે ભય ફેલાવવા અને પૈસા પડાવવાની અરજી પોલીસ્ટેશનમાં કરી હતી. જેથી પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :હજ પોલિસી 2023માં સરકારે કર્યા નવા ફેરફાર, જાણો હવે શું લાભ મળશે

Back to top button