ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

Flipkart ના બિલમાં દેખાયા ₹1,051 ના અલગ-અલગ ચાર્જ, યુઝરે સોશિયલ મીડિયા પર શેર કર્યો સ્ક્રીનશોટ

Flipkart Extra Charges Controversy : Flipkart પરથી ઓનલાઈન સામાન મગાવવો એક યુઝરને ભારે પડી ગયો છે. ઓર્ડરની કિંમત ઉપરાંત બિલમાં 1,051 રૂપિયાના અલગ-અલગ ચાર્જ ઉમેરી દેવામાં આવ્યા. Protect Promise Fee, Payment Handling Fee અને Offer Handling Fee ના નામે આ રકમ વસૂલવામાં આવી હતી. આનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર શેર થયા બાદ યુઝર્સે Flipkart સામે સવાલો ઉઠાવ્યા છે અને આ વધારાના ચાર્જ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આજથી લગભગ 10 વર્ષ પહેલાં લોકો સામે ઓનલાઈન શોપિંગનો વિકલ્પ આવ્યો હતો. ત્યારે ધીમે-ધીમે લોકો ઓનલાઈન શોપિંગ તરફ વળ્યા હતા, કારણ કે મોલ અને આસપાસની દુકાનોની સરખામણીમાં ઓનલાઈન ફ્લિપકાર્ટ પર વધુ ડિસ્કાઉન્ટ જોવા મળતું હતું. આ ઉપરાંત પ્રોડક્ટ્સની વિશાળ વેરાયટી પણ મળતી હતી. પરંતુ હવે ચિત્ર બદલાતું દેખાઈ રહ્યું છે. લોકો આવા એક્સ્ટ્રા ચાર્જથી પરેશાન થઈને ફરીથી ઓફલાઈન માર્કેટ તરફ વળી રહ્યા છે.
આજના સમયમાં ઓનલાઈન સામાન ખરીદતી વખતે જ્યારે લોકોને વધારાના ચાર્જ દેખાય છે, ત્યારે ઘણીવાર ખરીદી કરવાનો મૂડ જ ખરાબ થઈ જાય છે. કારણ કે એવી વસ્તુઓ પર પણ જાતજાતના ચાર્જ લગાવી દેવાય છે, જેનાથી ગ્રાહકો કંટાળી ગયા છે.
આવો જ એક કિસ્સો ફ્લિપકાર્ટનો સામે આવ્યો છે, જેમાં એક ગ્રાહક પાસેથી આશરે ₹1,000 ના અજીબોગરીબ ચાર્જ માંગવામાં આવ્યા.

જાણો ₹1,000 ના વધારાના ચાર્જનો સમગ્ર મામલો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર Sumukh Rao નામના એક યુઝરે પોસ્ટ કરીને જણાવ્યું કે કેવી રીતે ઈ-કોમર્સ કંપની Flipkart એ તેમના એક ઓર્ડર પર અનેક પ્રકારના એક્સ્ટ્રા ચાર્જ ઉમેરી દીધા. તેમાં Protect Promise Fee, Payment Handling Fee અને Offer Handling Fee જેવા ચાર્જ સામેલ હતા. આ તમામ ચાર્જિસ મળીને કુલ કિંમત ₹1,051 થઈ ગઈ હતી.
જોકે, આ પોસ્ટમાં પ્રોડક્ટ કઈ હતી તેનો ખુલાસો કરવામાં આવ્યો નહોતો, તેથી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે કઈ પ્રોડક્ટ પર આટલા બધા ચાર્જ લેવાયા હતા. પરંતુ આ સ્ક્રીનશોટ વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દે જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

એડિશનલ ફીની કુલ કિંમત ₹1,051

યુઝરે શેર કરેલા સ્ક્રીનશોટ મુજબ, Protect Promise Fee ના નામે ₹299, Payment Handling Fee ના નામે ₹523 અને Offer Handling Fee ના નામે ₹229 નો ચાર્જ લેવામાં આવ્યો હતો.
આ મામલો સામે આવ્યા બાદ ઓનલાઈન શોપિંગ કરતા ગ્રાહકો પણ ફ્લિપકાર્ટને સવાલ પૂછી રહ્યા છે કે સામાનની મૂળ કિંમત સિવાય આટલા બધા વધારાના ચાર્જ શા માટે ચૂકવવા પડે? ગ્રાહકોનું કહેવું છે કે જો આ જરૂરી ચાર્જ જ હોય, તો તેને પ્રોડક્ટની કિંમતમાં જ પહેલેથી દર્શાવવા જોઈએ જેથી પેમેન્ટ કરતી વખતે અચાનક મોટો આંચકો ન લાગે.
Back to top button