ગ્રીસમાં આગનું તાંડવ, અનેક વિસ્તારોમાં ઈમરજન્સી જાહેર

Fire rages in Greece: Greeceમાં જંગલોમાં લાગેલી ભીષણ આગે ભારે વિનાશ સર્જ્યો છે. આ દુર્ઘટનામાં એક પિતા અને તેમના 12 વર્ષીય પુત્રનું કરુણ મોત થયું છે, જ્યારે બાળકની માતા ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ઉત્તર ગ્રીસના થેસાલોનિકી નજીક આવેલા જંગલ વિસ્તારમાં એક ઘરની બહાર એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. બાદમાં આગમાં સંપૂર્ણ રીતે બળી ગયેલા ઘરના અંદરથી 12 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આગમાં ગંભીર રીતે દાઝી ગયેલી મહિલાની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બુધવારે મધ્ય ગ્રીસના ફ્થિયોટિડા વિસ્તારમાં જંગલ અને કૃષિ જમીનમાં આગ વધુ ફેલાતા પ્રશાસને બે ગામોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાના આદેશ આપ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે 135થી વધુ ફાયરફાઇટર્સને તૈનાત કરવામાં આવ્યા છે.
આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ
આગ બુઝાવવાના ઓપરેશનમાં વિશેષ વન અગ્નિશામક દળ, સ્વયંસેવકો તેમજ હવાઈ સહાયનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. હાલ 19 પાણી છોડતા વિમાનો અને 6 હેલિકોપ્ટર દ્વારા સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
આ દરમિયાન ગ્રીસના અન્ય વિસ્તારો જેમ કે હાલ્કિદિકી, એથેન્સ નજીકનો સલામિના દ્વીપ અને દક્ષિણ ગ્રીસના કેટલાક ભાગોમાં પણ જંગલમાં આગ લાગી હતી. જોકે, અધિકારીઓએ સમયસર કાર્યવાહી કરીને આ વિસ્તારોમાં આગને નિયંત્રણમાં લીધી હોવાનું જણાવ્યું છે.
આગ લાગવાની ઘટનાઓ સામાન્ય
ગ્રીસમાં દર વર્ષે ગરમી અને સૂકા હવામાન દરમિયાન જંગલમાં આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. વર્ષ 2018માં એથેન્સ નજીક લાગેલી ભીષણ આગમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 2023માં ગ્રીસના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં લાગેલી આગને યુરોપિયન યુનિયનના ઈતિહાસની સૌથી મોટી વનાગ્નિ માનવામાં આવી હતી.
આ પણ વાંચો : દિલ્હી-NCRમાં ચોમાસાની એન્ટ્રી, મહારાષ્ટ્ર-યૂપી સહિત 12 રાજ્યોમાં વરસાદ-તોફાનનું એલર્ટ












