અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં શિક્ષક અને વાલી વચ્ચે માથાકૂટ: LC બાબતે મામલો બીચક્યો, વાલીએ મારી છરી

અમદાવાદ, 30 જૂન, 2025: અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા વૈભવ એપાર્ટમેન્ટમાં પીજીમાં રહેતા કેટલાક યુવક યુવતીઓને સેટેલાઇટ પોલીસે દરોડો પાડીને ઝડપી લીધા હતા. એપાર્ટમેન્ટમાં ચાલતા પીજીને કારણે સ્થાનિક લોકો ત્રસ્ત હતા અને ધોળા દિવસે પીજીમાં યુવક યુવતીઓ દ્વારા દારૂની પાર્ટી થતી હોવા અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતા પોલીસે દરોડો પાડીને કાર્યવાહી કરી હતી.

રખિયાલમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં શનિવારે(28 જૂન) હાજી મુસ્તાક અહેમદ તેમની ધોરણ 6માં અભ્યાસ કરતી દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ લેવા માટે સ્કૂલમાં ગયા હતા. જ્યાં તેઓ સૌપ્રથમ સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યા હતા. સ્કૂલના પ્રિન્સિપાલને મળીને તેઓ બહાર ક્લાર્ક-કમ-શિક્ષક શબ્બીર શેખને મળ્યા હતા. શબ્બીર શેખને એલસી માટેની વાતચીત કરી હતી. ત્યારે શબ્બીરs તેમને જણાવ્યું હતું કે શુક્રવારે તમે એલસી લેવા માટે આવજો. ત્યારે હાજી મુસ્તાક ઉશ્કેરાઈ ગયો અને તેને કહ્યું કે પ્રિન્સિપાલે સોમવારે સર્ટિફિકેટ આપવા માટે કહ્યું છે, તું કેમ મને શુક્રવારનું કહે છે.

હાજી મુસ્તાક ઉશ્કેરાઈ ગયો અને તેણે શિક્ષક શબ્બીર શેખને લાફો મારી દીધો, એ બાદ શબ્બીરભાઈ ઊભા થયા ત્યારે હાજી મુસ્તાકે તેના ખિસ્સામાંથી છરી કાઢીને શબ્બીર શેખના માથાના ભાગે છરી મારી દીધી હતી. આ દરમિયાન સ્કૂલનો સ્ટાફ ભેગો થતાં બંનેને છોડાવ્યા હતા. શબ્બીર શેખને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને માથાના ભાગે ઈજા થતાં 7 ટાંકા આવ્યા છે. આ અંગે શબ્બીર શેખે રખિયાલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં વાલી શિક્ષકને ખિસ્સામાંથી છરી કાઢીને મારતા દેખાય છે. રખિયાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button