ટ્રેન્ડિંગનેશનલમીડિયાવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ફેસ્ટિવ સીઝન 2025: મહિન્દ્રાથી ટાટા સુધી, આ તહેવારોની સીઝનમાં લોન્ચ થશે 4 નવી પાવરફુલ SUVs, જાણો ફીચર્સ

HD ન્યુઝ ડેસ્ક, 14 ઓગસ્ટ 2025:  દશેરા અને દિવાળીની ફેસ્ટિવ સીઝન આવતાં જ ઓટો કંપનીઓ નવા મોડલ્સ લોન્ચ કરવા માટે તૈયાર થઈ જાય છે. આ વખતે દશેરાથી દિવાળી દરમિયાન ભારતીય બજારમાં 4 નવી SUVs લોન્ચ થવા જઈ રહી છે, જેમાં શક્તિશાળી લુક, નવીન ટેક્નોલોજી અને શાનદાર પરફોર્મન્સનો સમન્વય જોવા મળશે.

મહિન્દ્રા બોલેરો ફેસલિફ્ટ

મહિન્દ્રા તેની સૌથી વધુ વેચાતી SUV બોલેરોને નવા અવતારમાં લોન્ચ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફેસ્ટિવ સીઝન દરમિયાન નવી બોલેરો લોન્ચ થઈ શકે છે. આ વખતે બોલેરોને જૂના બોડી-ઓન-ફ્રેમ ડિઝાઇનને બદલે નવા મોનોકોક પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવશે. પાવરટ્રેન વિકલ્પોમાં પેટ્રોલ, ડીઝલ, હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક – બધા જ વિકલ્પો ઉપલબ્ધ થવાની શક્યતા છે.

હ્યુન્ડાઈ વેન્યુ ફેસલિફ્ટ

હ્યુન્ડાઈની કોમ્પેક્ટ SUV વેન્યુ પણ ફેસ્ટિવ સીઝનમાં નવા રૂપમાં આવશે. ઘણી વખત ટેસ્ટિંગ દરમિયાન જોવા મળેલી નવી વેન્યુ 24 ઓક્ટોબર 2025ના રોજ લોન્ચ થઈ શકે છે. તેમાં એક્સટીરિયર અને ઇન્ટીરિયર બંનેમાં મોટા ફેરફારો જોવા મળશે, જેમ કે નવી ગ્રિલ ડિઝાઇન, અપડેટેડ હેડલેમ્પ સેટઅપ અને પ્રીમિયમ ઇન્ટીરિયર લેઆઉટ. જોકે, એન્જિન અને ટ્રાન્સમિશન વિકલ્પો જૂના જ રહેવાની શક્યતા છે.

મારુતિ સુઝુકી એસ્કુડો

મારુતિ તેની નવી મિડ-સાઇઝ SUV એસ્કુડો પર કામ કરી રહી છે, જે 1.5-લિટર પેટ્રોલ એન્જિન સાથે સ્ટ્રોંગ હાઇબ્રિડ અને CNG વર્ઝનમાં લોન્ચ થઈ શકે છે. તેમાં પેનોરેમિક સનરૂફ, પ્રીમિયમ કેબિન અને ADAS ફીચર્સ મળવાની આશા છે. જોકે, તેનું લોન્ચિંગ 2025ના અંત સુધી થઈ શકે છે, પરંતુ ફેસ્ટિવ સીઝનમાં કંપની તેનું પ્રીવ્યૂ બતાવી શકે છે.

ટાટા પંચ ફેસલિફ્ટ

ટાટા મોટર્સ તેની માઇક્રો SUV પંચને પણ નવો લુક આપવા જઈ રહી છે. ફેસલિફ્ટ મોડેલમાં ફ્રેશ ફ્રન્ટ ડિઝાઇન, મોટું ટચસ્ક્રીન અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા અપડેટ્સ હશે. પાવરટ્રેનમાં કોઈ ફેરફાર થશે નહીં, પરંતુ ફીચર્સ અને ડિઝાઇનને કારણે તેની બજારમાં આકર્ષણ વધશે.

2025ની ફેસ્ટિવ સીઝનમાં મહિન્દ્રા, હ્યુન્ડાઈ, મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સની આ ચાર નવી SUVs ભારતીય બજારમાં નવો રંગ ઉમેરશે. આ વાહનો નવીન ટેક્નોલોજી, આકર્ષક ડિઝાઇન અને શક્તિશાળી પરફોર્મન્સ સાથે ગ્રાહકોને આકર્ષવા માટે તૈયાર છે.

આ પણ વાંચો :8મા પગાર પંચ મુદ્દે સરકારે આપ્યું મોટું અપડેટઃ જાણો સંસદમાં મંત્રીએ શું જવાબ આપ્યો?

Back to top button