ટ્રેન્ડિંગનેશનલ

ખેડૂત સાથે મજાક? પાક નુકસાનનું વળતર મળ્યું માત્ર 2.30 પૈસા! વિરોધ બાદ સરકારે કરી સ્પષ્ટતા

મહારાષ્ટ્ર: 4 નવેમ્બર, 2025: Farmer News: રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે, ત્યારે પાલઘર જિલ્લાના વાડા તાલુકાના શિલોત્તર ગામના એક ખેડૂતને પાક વીમા કંપની તરફથી મળેલું વળતર ચર્ચાનો વિષય બન્યું છે. આ વળતરને ખેડૂતો વીમા કંપની અને સરકાર દ્વારા કરવામાં આવેલો ‘ક્રૂર મજાક’ ગણાવી રહ્યા છે. પાલઘર જિલ્લાના ખેડૂતને પાકના નુકસાનના વળતર તરીકે માત્ર 2 રૂપિયા અને ૩0 પૈસા મળ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

માત્ર રૂ. 2.30 પૈસાની સહાયતા રાશિ

આ ઘટના પાલઘરના વાડા તાલુકામાં આવેલા શિલોત્તર ગામના ખેડૂત મધુકર બાબુરાવ પાટીલ સાથે બની છે. ખેડૂતનો મધુકર પાટીલનો દાવો છે કે, વાડા તાલુકામાં કમોસમી અને સતત વરસાદને કારણે તેમની ડાંગરની આખી ખેતી પાણીમાં ડૂબીને સડી ગઈ હતી. એટલું જ નહીં, પશુઓના ચારા માટે રાખવામાં આવેલી પરાળી પણ કાળી પડી ગઈ છે.

પીડિત ખેડૂતે કહ્યું, “અમારું ઘણું નુકસાન થયું છે. અમારી ડાંગરની ખેતીનું બધું જ ગયું છે. સરકારે કંઈક તો આપવું જોઈએ, નુકસાન ભરપાઈ અને વીમો આપવો જોઈએ.”

જિલ્લા કૃષિ અધિકારીએ ‘ટેકનિકલ ગડબડી’ ગણાવી

આ મામલે વિવાદ વધતા પાલઘરના જિલ્લા કૃષિ અધિકારી નીલેશ ભાગેશ્વરે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, ખેડૂતને મળેલા વળતરની તપાસ કરવામાં આવી છે. જાણવા મળ્યું કે સંબંધિત ખેડૂતને જે રકમ જમા થઈ છે, તે તેમના વીમા હપ્તા હેઠળ હતી.

અધિકારીએ જણાવ્યું કે, “ખરીફ 2023માં ડાંગરના નુકસાન માટે તેમને પાક વીમામાં કુલ રૂ. 72,466નું નુકસાન વળતર મળવાનું હતું. તે સમયે તેમને રૂ. 72,464 જમા થઈ ચૂક્યા હતા. કેટલીક ટેકનિકલ ગડબડીના કારણે બાકીના રૂ. 2.30 રૂપિયા તેમને 31 નવેમ્બરસ 2025ના રોજ જમા થયા છે.” અધિકારીએ આ માહિતી પોતે ખેડૂતને આપી દીધી છે અને તેમની ક્ષેત્રીય ટીમે ખેડૂત પાસે જઈને સંપૂર્ણ જાણકારી સમજાવી દીધી છે.

રાજકારણ ગરમાયું

ખેડૂતને મળેલા આ વળતર પર રાજકારણ ગરમાયું છે. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, “પાલઘરના ખેડૂતોને પાક વીમા વળતર તરીકે માત્ર બે રૂપિયા અને થોડા પૈસા મળ્યા તે એક મજાક છે. રાજ્ય સરકાર પાસે તાત્કાલિક લોન માફીની જાહેરાત કરવા અને પ્રભાવિત ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ. 50,000ની સહાય પૂરી પાડવાની માંગ કરી છે. આ ઘટના વીમા કંપનીઓ અને સરકારી સહાય યોજનાઓ હેઠળ ખેડૂતોને મળતી મદદના મૂલ્યાંકન પર ગંભીર સવાલો ઊભા કરી રહી છે.

આ પણ વાંચોઃ યુનિફોર્મની આડમાં 100 કરોડની સંપત્તિ કમાણી, કાનપુરમાં તૈનાત ડેપ્યુટી એસપી ઋષિકાંત શુક્લા સસ્પેન્ડ

આ પણ વાંચોઃ ઓનલાઇન શોપિંગ કરનાર સાવધાન! સરકારે જાહેર કરી વોર્નિંગ, જાણો તમને છેતરતી ડાર્ક પેટર્ન કેવી રીતે કરે છે કામ

 

Back to top button