ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

ઓનલાઇન શોપિંગ કરનાર સાવધાન! સરકારે જાહેર કરી વોર્નિંગ, જાણો તમને છેતરતી ડાર્ક પેટર્ન કેવી રીતે કરે છે કામ

નવી દિલ્હી: 4 નવેમ્બર, 2025: Online Shopping Scam: આજના સમયમાં ઓનલાઇન શોપિંગ એક સામાન્ય પ્રવૃત્તિ બની ગઈ છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઓનલાઇન પ્લેટફોર્મ પર શરૂઆતમાં સસ્તી દેખાતી વસ્તુની કિંમત ફાઇનલ પેમેન્ટ વખતે અચાનક કેમ વધી જાય છે?

આ પ્રકારની ‘છુપાયેલી કિંમત’ (Hidden Pricing) વધારવાની યુક્તિઓને ‘ડાર્ક પેટર્ન’ કહેવામાં આવે છે. આ એક એવી ટ્રિક છે જેનો ઉપયોગ ઈ-કોમર્સ કંપનીઓ મૂળ કિંમત છૂપાવવા માટે કરે છે, જેથી ગ્રાહક સસ્તો ભાવ જોઈને પ્રોડક્ટ બુક કરી લે. જ્યારે યુઝર ફાઇનલ પેમેન્ટ પર પહોંચે છે, ત્યારે કુલ કિંમતમાં અચાનક વધારો થઈ જાય છે.

ગ્રાહક બાબતોના વિભાગની ચેતવણી

આ ‘ડાર્ક પેટર્ન’ને લઈને સરકારી એજન્સી દ્વારા પણ ચેતવણી જાહેર કરાઈ છે. કન્ઝ્યુમર અફેર્સના સત્તાવાર X એકાઉન્ટ @jagograhakjago દ્વારા આ અંગે પોસ્ટ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, ડાર્ક પેટર્નને કારણે તમે ઘણીવાર યોગ્ય પ્રોડક્ટની પસંદગી કરી શકતા નથી. તેથી સરકારની અપીલ છે કે, જો તમને પણ કોઈ ડાર્ક પેટર્ન નજરે પડે તો તાત્કાલિક કન્ઝ્યુમર હેલ્પલાઇન પર કોલ કરીને ફરિયાદ નોંધાવો.”

‘ડાર્ક પેટર્ન’ કેવી રીતે કામ કરે છે?

  • ઑફર મિલાવીને ભાવ: ઓનલાઇન સેલ દરમિયાન, કોઈ સ્માર્ટફોન રૂ. 33,999 માં લિસ્ટેડ હોય છે. પરંતુ જ્યારે તેના પર ક્લિક કરવામાં આવે છે, ત્યારે મૂળ કિંમત વધારે હોય છે. ઈ-કોમર્સ કંપનીઓ આ ભાવને યોગ્ય ઠેરવવા માટે નાના ફોન્ટમાં લખે છે કે, ‘બધી ઑફર્સ મિલાવીને’, જેમાં બેન્ક ઑફર્સ પણ સામેલ હોય છે.
  • ટાઇમર અને જલ્દી પેમેન્ટ: ડાર્ક પેટર્નમાં ટાઇમર (Timer), ફોર્સ કન્ટીન્યુઇટી (Force Continuity) અને હિડન કોસ્ટ (Hidden Cost) જેવા ઘણા પ્રકારો હોય છે. જો કોઈ ટાઇમર લગાવીને જલ્દી પેમેન્ટ કરવાનું કહે, તો તે એક પ્રકારનું ડાર્ક પેટર્ન છે.
  • શરતો બદલાવી: ઘણીવાર શોપિંગના એક સ્ટેપમાંથી બીજા સ્ટેપમાં જતાં જ શરતો પણ બદલાઈ જાય છે.

બચવા માટે શું કરવું?

ડાર્ક પેટર્નથી બચવા માટે નીચેના પગલાં જરૂરી છે:

  • ઉતાવળ ટાળો: ક્યારેય પણ ઉતાવળમાં પેમેન્ટ ન કરો.
  • ધ્યાનથી વાંચો: બધી શરતો અને દરેક સ્ટેપને ધ્યાનથી વાંચો અને બધું બરાબર સમજ્યા પછી જ આગળ વધો.
  • ઑટો પેમેન્ટ બંધ કરો: જો તમે કોઈ ફ્રી ટ્રાયલ સબસ્ક્રિપ્શન લીધું હોય, તો ફ્રી ટ્રાયલ સમાપ્ત થયા પછી ઑટો પેમેન્ટ વિકલ્પને બંધ કરી દો.

આ પણ વાંચોઃ મધ્યપ્રદેશ: મહિલા દર્દીનો હિજાબ ઉતાર્યા બાદ મેડિકલ કોલેજમાં હોબાળો, સ્ટાફ અને ડોક્ટરો પર હુમલો

આ પણ વાંચોઃ છત્તીસગઢમાં મોટી રેલ દુર્ઘટનાઃ માલગાડી ઉપર ચઢી ગઈ પેસેન્જર ટ્રેન, 6 મુસાફરોના મૃત્યુની આશંકા

 

Back to top button