ટ્રેન્ડિંગયુટિલીટી

EPFO માં મોટો ફેરફાર: નિવૃત્તિ બાદ હવે પગારની જેમ મળશે નિયમિત આવક

EPFO Systematic Withdrawal Plan: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. EPFO અંગે નિર્ણય લેનાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ એક એવો નિર્ણય લીધો છે, જેના હેઠળ હવે તમને દર મહિને સેકન્ડ ઇનકમ થતી રહેશે. આનાથી એ પણ ફાયદો થશે કે જો તમે નિવૃત્ત થઈ જાઓ છો, તો પણ તમને પગારની જેમ નિયમિત આવક મળતી રહેશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વાસ્તવમાં, EPFO ના CBT એ ગુરુવારે એક સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન (SWP) ને મંજૂરી આપી દીધી છે. જેનાથી નિવૃત્ત થઈ રહેલા સભ્યો પોતાની પ્રોવિડન્ટ ફંડની બચત એકસાથે પૂરી રકમ ઉપાડવાને બદલે હપ્તામાં ઉપાડી શકશે. આ પ્રસ્તાવિત સુવિધાથી નિવૃત્ત થયેલા લોકોને નિયમિત આવક મળશે, જ્યારે બાકી બચેલી રકમ પર વ્યાજ મળતું રહેશે.

SWP ની સિસ્ટમ મ્યુચ્યુઅલ ફંડમાં પહેલેથી જ છે, જ્યાં એકસાથે રકમ જમા કરાવીને દર મહિને એક નિશ્ચિત રકમ ઉપાડી શકાય છે અને વ્યાજથી કમાણી થતી રહે છે. હવે આ જ સિસ્ટમ PF હેઠળ પણ લાવવામાં આવી છે. EPFO માં SWP સિસ્ટમથી નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓને પોતાની પ્રોવિડન્ટ ફંડની બચતમાંથી સમયાંતરે ચુકવણી મળી શકશે, જેથી તેઓ પોતાની સંપૂર્ણ જમા રકમ એકસાથે ઉપાડી ન લે.

ક્યારથી હપ્તામાં ઉપાડી શકાશે રકમ?

ANI ના અહેવાલ મુજબ, આ નિર્ણય ગુરુવાર, 19 નવેમ્બરના રોજ સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) ની બેઠકમાં લેવામાં આવ્યો છે, જેનાથી કર્મચારીઓની નિવૃત્તિ બચતનો ઉપયોગ કરવાની રીતમાં મોટો ફેરફાર આવ્યો છે. પ્રસ્તાવિત સિસ્ટમ હેઠળ, 58 વર્ષની ઉંમરે નિવૃત્ત થનારા સભ્યો પાસે પોતાનું EPF કોર્પસ માસિક, ત્રિમાસિક અથવા વાર્ષિક હપ્તામાં ઉપાડવાનો વિકલ્પ રહેશે, જ્યારે બાકીના બેલેન્સ પર વ્યાજ મળતું રહેશે.

આ પણ વાંચોઃ વિશ્વ શાંતિ માટે એકસાથે આવ્યા ત્રણ મહાશક્તિશાળી નેતાઓ!

EPF SWP કેવી રીતે કામ કરશે?

હાલમાં, નિવૃત્ત થઈ રહેલા EPFO સભ્યો પોતાનું જમા થયેલું પ્રોવિડન્ટ ફંડ બેલેન્સ એકસાથે ઉપાડી શકે છે. પ્રસ્તાવિત SWP હેઠળ, તેઓ પોતાની બચતને EPF સિસ્ટમમાં રાખી શકશે અને નિયમિત ચુકવણી મેળવી શકશે. આ સુવિધાનો ઉદ્દેશ્ય સભ્યોને બાકી રહેલા નાણાંની માલિકી જાળવી રાખવાની મંજૂરી આપતાં અંદાજ લગાવી શકાય તેવી નિવૃત્તિ આવક આપવાનો છે. EPFO હાલમાં ૮.૨૫ ટકાનો વાર્ષિક વ્યાજ દર આપી રહ્યું છે.

સભ્યના મૃત્યુ બાદ કોને મળશે રકમ?

EPFO એ સ્પષ્ટ કર્યું છે કે જો ઉપાડના સમયગાળા દરમિયાન કોઈ સભ્યનું મૃત્યુ થાય છે, તો નોમિની અથવા આશ્રિત વ્યક્તિ કાં તો બાકી રહેલું બેલેન્સ ઉપાડી શકે છે અથવા સમયાંતરે ચુકવણી લેવાનું ચાલુ રાખી શકે છે. EPFO એ જણાવ્યું કે આ પહેલ સભ્યોને લવચીક, નિયમિત અને વિશ્વસનીય આવકનું માધ્યમ આપીને નિવૃત્તિની નાણાકીય સુરક્ષામાં વધારો કરશે, સાથે જ તેમના પરિવારોના હિતોનું પણ રક્ષણ કરશે.

બીજા કયા સુધારા કરવામાં આવ્યા?

CBT એ મિનિમમ પ્રોવિડન્ટ ફંડ બેલેન્સની જરૂરિયાતને ૨૫ ટકાથી ઘટાડીને 10 ટકા કરવાને પણ મંજૂરી આપી દીધી છે, જેનાથી પાત્ર સભ્યો ૫૫ વર્ષની ઉંમર પહેલાં પોતાની બચતના 90 ટકા સુધીની રકમ ઉપાડી શકશે. આ ઉપરાંત, ફાઇનલ PF ઉપાડ માટેનો વેઇટિંગ પિરિયડ ૧૨ મહિનાથી ઘટાડીને બે મહિના કરી દેવામાં આવ્યો છે.

ફાઇનલ પેન્શન ઉપાડ માટે મિનિમમ વેઇટિંગ પિરિયડ ૩૬ મહિના જ રહેશે. SWP પ્રસ્તાવથી નિવૃત્ત થઈ રહેલા એ સબ્સ્ક્રાઇબર્સને ફાયદો થવાની અપેક્ષા છે જેઓ પોતાની બચતને તરત ખતમ કર્યા વિના નિયમિત આવક ઈચ્છે છે. જોકે, ઓપરેશનલ ગાઇડલાઇન્સ, પાત્રતાની શરતો અને અમલીકરણની સમયરેખાની હજુ રાહ જોવાઈ રહી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન: દિવાળી વેકેશન બાદ મુસાફરોની ભીડને પગલે રેલવેનો નિર્ણય

Back to top button