ટ્રેન્ડિંગમનોરંજન

‘રિલેશનશિપ મનોરંજનનું સાધન નથી’, ઈશા સાથે બ્રેકઅપની ચર્ચા વચ્ચે અવિનાશ મિશ્રાની પોસ્ટ

Entertainment News : ટીવી એક્ટર અને ‘ખતરોં કે ખિલાડી 18’ના વિજેતા અવિનાશ મિશ્રા (Avinash mishra) હાલમાં પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. અહેવાલો અનુસાર, અવિનાશ મિશ્રા અને ઈશા સિંહનું બ્રેકઅપ થઈ ગયું છે. ‘ખતરોં કે ખિલાડી’ની સક્સેસ પાર્ટીમાં અવિનાશે ઈશાને ‘આઈ લવ યુ’ કહ્યું હતું. ત્યારબાદ બંનેના સંબંધોની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ઉપરાંત ‘પતિ પત્ની ઔર પંગા’ના એક એપિસોડમાં પણ અવિનાશ અને ઈશાએ સ્વીકાર્યું હતું કે તેઓ માત્ર મિત્રો કરતાં કંઈક વધારે છે. જોકે, હવે બંનેના રસ્તા અલગ થઈ ગયા હોવાની ચર્ચા છે. ઈશાએ સોશિયલ મીડિયા પર અવિનાશને અનફોલો પણ કરી દીધો હોવાનું કહેવાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

દરમિયાન ઈશાની માતાનો એક ઓડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ છેતરપિંડીનો ઉલ્લેખ કરતાં સંભળાય છે. આ સમગ્ર મામલે ઈશા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. જોકે, અવિનાશે પોતાની ચુપી તોડીને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ભાવુક નોટ શેર કરી છે.

અવિનાશે શેર કરી ઈમોશનલ પોસ્ટ

Avinash Post

અવિનાશે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ભાવુક સંદેશ લખ્યો છે. તેણે લખ્યું કે, “દોસ્તો… ચાલો આ બધું છોડીને આગળ વધીએ. છેલ્લા કેટલાક દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. હું મીડિયા પેજને વિનંતી કરું છું કે કૃપા કરીને બીજાની પ્રાઇવસીને માન આપો. સંબંધો વ્યક્તિગત બાબત છે, મનોરંજનનું સાધન નથી. દરેક વસ્તુ માત્ર વ્યૂઝ કે એન્ગેજમેન્ટ માટે નથી હોતી. લોકોને શાંતિથી જીવવા દો.”

આ પણ વાંચો:સુરતમાં ગમખ્વાર અકસ્માત, ટ્રકની અડફેટે કિશોરનું મોત

અવિનાશ પર ઈશાને દગો આપવાનો આરોપ

અવિનાશ અને ઈશાના બ્રેકઅપ પાછળનું કારણ એક્ટર દ્વારા ઈશા સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાની ચર્ચા છે. ઈશાની માતાના વાયરલ ઓડિયોમાં પણ દગાનો ઉલ્લેખ સાંભળવા મળ્યો હોવાનું કહેવાય છે. જેના કારણે સોશિયલ મીડિયા પર અવિનાશ પર સવાલો ઊઠી રહ્યા છે. જોકે, અવિનાશે પોતાની પોસ્ટમાં છેતરપિંડીના આરોપો અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી કે પોતાનો પક્ષ પણ રજૂ કર્યો નથી. બીજી તરફ ઈશાએ પણ હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હવે સૌની નજર ઈશાની પ્રતિક્રિયા પર છે કે તે આ સમગ્ર મામલે ક્યારે પોતાની વાત રજૂ કરે છે.

આ પણ વાંચો:  VGGS 2027માં આસામની ભાગીદારી, નવા રોકાણના દ્વાર ખુલશે

Back to top button