ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત
સુરતમાં ગમખ્વાર અકસ્માત, ટ્રકની અડફેટે કિશોરનું મોત
Surat: શહેરના ઉધના વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. સાયકલ લઈને પસાર થઈ રહેલા પ્રિન્સ રાણા નામના કિશોરને એક બેફામ ટ્રકે અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ટ્રકના પાછળના વ્હીલ નીચે આવી જવાથી કિશોર ગંભીર રીતે કચડાઈ ગયો હતો. આશાસ્પદ કિશોરના અકાળે અવસાનથી તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
‘નો-એન્ટ્રી’ના સમયગાળામાં ભારે વાહન ઘૂસ્યું કેવી રીતે?
આ કરુણ અકસ્માત બાદ સુરત ટ્રાફિક પોલીસની કામગીરી અને દેખરેખ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જે સ્થળે આ જીવલેણ અકસ્માત સર્જાયો છે, ત્યાં પોલીસ વિભાગ દ્વારા અનેક હાઈ-રિઝોલ્યુશન CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. નિયમ મુજબ, સુરત શહેરમાં સવારે 8:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી અને સાંજે 5:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ પર સખત પ્રતિબંધ (‘નો-એન્ટ્રી’) છે. આમ છતાં, પ્રતિબંધિત સમયગાળા દરમિયાન આ ભારેખમ ટ્રક ઉધનાના વ્યસ્ત માર્ગ પર કેવી રીતે પહોંચી ગઈ તે સૌથી મોટો પ્રશ્ન છે.
TRB જવાનો અને CCTV કેમેરા હોવા છતાં નિયમોના લીરેલીરા
સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે કે મુખ્ય ટ્રાફિક પોઈન્ટ્સ પર TRB જવાનોની તૈનાતી અને ઠેર-ઠેર CCTV કેમેરા હોવા છતાં ભારે વાહનચાલકો બેરોકટોક શહેરમાં ઘૂસી રહ્યા છે. માત્ર કેમેરા લગાવવાથી કે પોઈન્ટ પર જવાનો ઊભા રાખવાથી ટ્રાફિક વ્યવસ્થા સુધરશે નહીં, પરંતુ કાયદાનો કડક અમલ કરાવવો પણ એટલો જ અનિવાર્ય છે. પ્રિન્સ રાણાનું આ કરુણ મોત તંત્રની બેદરકારી સામે લાલબત્તી સમાન છે. હવે પોલીસ CCTV ફૂટેજના આધારે ફરાર કે જવાબદાર ટ્રક ચાલક સામે કડક કાર્યવાહી કરે છે કે કેમ અને ‘નો-એન્ટ્રી’માં વાહન પ્રવેશવા બદલ જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવાય છે કે કેમ, તેના પર સૌની મીટ મંડાઈ છે.
CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ (PM) અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. પ્રિન્સ રાણાનું આ કરુણ મોત તંત્રની બેદરકારી સામે લાલબત્તી સમાન છે. હવે પોલીસ આસપાસના CCTV ફૂટેજ તપાસીને અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે કડક ગુનો નોંધી ધરપકડ કરે છે કે કેમ અને ‘નો-એન્ટ્રી’ના સમયે વાહનને પ્રવેશવા દેવા બદલ જવાબદાર ટ્રાફિક કર્મચારીઓ સામે ખાતાકીય પગલાં લેવાય છે કે કેમ, તેના પર શહેરીજનોની મીટ મંડાઈ છે.
આ પણ વાંચો: PAK vs SL: પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર બીજી ટેસ્ટમાંથી બહાર












