શિયાળાની ડ્રાય સ્કિનથી પરેશાન છો? અપનાવો આ ઘરેલુ ઉપાય
ખાસ વાત એ છે કે આ માટે વધારે સામગ્રીની જરૂર પણ પડતી નથી. નારિયેળ તેલ, એલોવેરા જેલ, શિયા બટર અને બદામ તેલ જેવી વસ્તુઓ ત્વચાને ભેજ આપવામાં મદદ કરી શકે છે. જોકે, ઘરેલુ નુસખા દરેક વ્યક્તિની ત્વચા પર એકસરખી અસર કરે તે જરૂરી નથી. તેથી કોઈપણ મિશ્રણનો ઉપયોગ કરતાં પહેલાં ત્વચાના નાના ભાગ પર પેચ ટેસ્ટ કરવો જરૂરી છે. તો ચાલો જાણીએ શિયાળા માટે ઘરે જ નેચરલ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ બનાવવાની સરળ રીતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
1. નારિયેળ તેલ અને એલોવેરાથી બનાવો મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ

જો શિયાળામાં તમારી ત્વચા ઝડપથી રૂખી થઈ જાય છે, તો નારિયેળ તેલ અને એલોવેરાનું મિશ્રણ ઉપયોગી થઈ શકે છે.
સામગ્રી:
-
2 ચમચી એલોવેરા જેલ
-
1 ચમચી નારિયેળ તેલ
બનાવવાની રીત:- સૌપ્રથમ એક સ્વચ્છ વાટકીમાં એલોવેરા જેલ અને નારિયેળ તેલ લો. બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને મુલાયમ મિશ્રણ તૈયાર કરો. હવે તેને થોડી માત્રામાં હાથ અને પગ પર લગાવો. ધ્યાન રાખો કે આ મિશ્રણમાં પાણીનું પ્રમાણ હોવાથી તેને લાંબા સમય સુધી સ્ટોર ન કરવું. દર વખતે તાજું મિશ્રણ બનાવીને ઉપયોગ કરવો વધુ સારું છે.
2. શિયા બટરથી તૈયાર કરો ઘટ્ટ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ

સામગ્રી:
-
2 ચમચી શિયા બટર
-
1 ચમચી બદામ તેલ
બનાવવાની રીત:- સૌપ્રથમ શિયા બટરને થોડું નરમ કરો. ત્યારબાદ તેમાં બદામનું તેલ ઉમેરીને બંને વસ્તુઓને સારી રીતે ફેંટો. હવે તૈયાર મિશ્રણને સ્વચ્છ અને સૂકા ડબ્બામાં ભરી રાખો. સ્નાન કર્યા પછી થોડી માત્રામાં હાથ અને પગ પર લગાવો.
3. મલાઈ અને મધથી બનાવો સોફ્ટ સ્કિન ક્રીમ

દાદી-નાનીના ઘરેલુ નુસખાઓમાં મલાઈનો ઉપયોગ લાંબા સમયથી કરવામાં આવે છે. મલાઈ અને મધનું મિશ્રણ ત્વચાને નરમ બનાવવામાં મદદ કરી શકે છે.
સામગ્રી:
-
1 ચમચી તાજી મલાઈ
-
અડધી ચમચી મધ
બનાવવાની રીત: એક વાટકીમાં તાજી મલાઈ અને મધ લો. બંનેને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર હળવા હાથે લગાવો. લગભગ 10 મિનિટ બાદ સામાન્ય પાણીથી ચહેરો ધોઈ લો. ધ્યાન રાખો કે આ એક ફ્રેશ ફેસ માસ્ક છે, રોજિંદા ઉપયોગની ક્રીમ નથી. તેને બનાવીને સ્ટોર ન કરવો.
4. ગ્લિસરીન અને ગુલાબજળથી મેળવો ત્વચાને ભેજ

શિયાળામાં હાથ અને પગની રૂખાશ દૂર કરવા માટે ગ્લિસરીન ઉપયોગી સાબિત થઈ શકે છે. ગુલાબજળ સાથે તેનું મિશ્રણ ત્વચાને ભેજ આપવામાં મદદ કરી શકે છે.
સામગ્રી:
-
1 ચમચી ગ્લિસરીન
-
2 ચમચી ગુલાબજળ
બનાવવાની રીત:- સૌપ્રથમ ગ્લિસરીન અને ગુલાબજળને એક વાટકીમાં મિક્સ કરો. ત્યારબાદ આ મિશ્રણને થોડી માત્રામાં ત્વચા પર લગાવો. જો મિશ્રણ વધારે ચીકણું લાગે તો તેની માત્રા ઓછી કરો. આ મિશ્રણ પણ દર વખતે તાજું બનાવીને વાપરવું વધુ સારું છે.
આ પણ વાંચો:VGGS 2027માં આસામની ભાગીદારી, નવા રોકાણના દ્વાર ખુલશે
ખાસ ધ્યાન રાખવાની બાબતો
-
કોઈપણ ઘરેલુ મિશ્રણ લગાવતા પહેલાં પેચ ટેસ્ટ જરૂર કરો.
-
ત્વચામાં બળતરા કે ખંજવાળ થાય તો તેનો ઉપયોગ બંધ કરો.
-
ચહેરા પર કોઈપણ નવી વસ્તુ લગાવતાં પહેલાં સાવચેતી રાખો.
-
મલાઈ અને મધ જેવા મિશ્રણને લાંબા સમય સુધી સ્ટોર ન કરો.
-
ત્વચાની રૂખાશ વધારે હોય અથવા સમસ્યા લાંબા સમય સુધી રહે તો ત્વચા નિષ્ણાતની સલાહ લો.












