ભગવાન જાગ્યા બાદ પણ સૂતેલુ રહેશે આ 3 રાશિઓનું નસીબ, પૈસાની ખેંચનો કરવો પડી શકે છે સામનો

Devuthani Ekadashi 2026: આ વર્ષે 20 નવેમ્બરના રોજ દેવઉઠની એકાદશીની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગતાની સાથે જ તમામ શુભ અને માંગલિક કાર્યો ફરીથી શરૂ થઈ જશે. જ્યોતિષવિદોના મતે, ભગવાન વિષ્ણુના જાગવાથી મેષ, મિથુન, કન્યા અને ધનુ રાશિના જાતકોને મોટો ફાયદો થશે. પરંતુ બીજી તરફ, ગ્રહ-નક્ષત્રોની ચાલ મુજબ ત્રણ રાશિઓ એવી છે જેમણે આર્થિક મોરચે લાભ મેળવવા માટે હજુ થોડી વધુ રાહ જોવી પડશે અને સંઘર્ષ કરવો પડી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વૃષભ રાશિ (Taurus)
વૃષભ રાશિના જાતકો માટે આ સમય આર્થિક બાબતોમાં થોડું સંભાળીને ચાલવાનો સંકેત આપી રહ્યો છે. વેપારમાં ઉતાર-ચઢાવ આવી શકે છે અને અમુક નિર્ણયો ધાર્યા મુજબનું પરિણામ નહીં આપે. રોકાણ કરતા પહેલા સારી રીતે વિચાર કરવો હિતાવહ છે અને હાલ પૂરતું ઉતાવળમાં પૈસા લગાવવાનું ટાળવું જોઈએ. ઉધાર કે નાણાકીય લેવડદેવડ મોટા વિવાદનું કારણ બની શકે છે. નોકરી અને ધંધાને લગતા પડકારોનો ધીરજપૂર્વક સામનો કરવો પડશે. નાની-નાની વાતો પર ગુસ્સો કરવાથી પરિસ્થિતિ બગડી શકે છે, તેથી વર્તનમાં સંયમ જાળવી રાખવો.
વૃશ્ચિક રાશિ (Scorpio)
વૃશ્ચિક રાશિના જાતકોના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. ઘણા બિનજરૂરી ખર્ચાઓ તમારી આર્થિક સ્થિતિ પર દબાણ લાવી શકે છે, જેના કારણે બેંક-બેલેન્સમાં ઘટાડો થશે. બજેટ બનાવીને ચાલવું તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. વિવાહિત જીવનમાં પણ કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે, તેથી જીવનસાથીના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. ભાગીદારીમાં વેપાર કરનારાઓએ પણ ખાસ સાવધાની રાખવી પડશે, કારણ કે ભાગીદાર સાથે કોઈ મુદ્દે મતભેદ વધી શકે છે. કોઈ મહિલા સાથે વિવાદ થવાની પણ આશંકા છે, જેનાથી નુકસાન વેઠવું પડી શકે છે.
આ પણ વાંચોઃ હિમાચલના પહાડી માર્ગે સર્જાઈ દુર્ઘટના, ખીણમાં કાર પડતાં 6નાં મોત
મીન રાશિ (Pisces)
મીન રાશિના વેપાર સાથે જોડાયેલા લોકોએ અત્યંત સતર્ક રહેવાની જરૂર છે. જરા સરખી બેદરકારીને કારણે મોટું નુકસાન ભોગવવું પડી શકે છે. કોઈ મોટો વ્યવસાયિક સોદો હાથમાંથી નીકળી જવાથી નિરાશા થઈ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ બેદરકારી ભારે પડી શકે છે, તેથી આસપાસ સ્વચ્છતા જાળવવી અને ખાનપાન પર પૂરતું ધ્યાન આપવું. નાના ભાઈ-બહેનો સાથે કોઈ વાતને લઈને અણબનાવ થઈ શકે છે, માટે વાતચીત દરમિયાન શબ્દોની પસંદગી સમજી-વિચારીને કરવી. આ ઉપરાંત, જૂના મિત્રો સાથે પણ મતભેદ ઉભા થવાની શક્યતા છે.
DISCLAIMER : ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી humdekhenge.in રહેશે નહીં. આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ નક્સલવાદ ખતમ થઈ શકે તો નશાનું દૂષણ કેમ નહીં? ડ્રગ્સની સમસ્યાનો ઉલ્લેખ કરતાં PM મોદી ભાવુક થયા












