ટ્રેન્ડિંગવર્લ્ડ

વિશ્વ શાંતિ માટે એકસાથે આવ્યા ત્રણ મહાશક્તિશાળી નેતાઓ!

China Russia US Manifesto: ચીન, રશિયા અને અમેરિકાએ વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાને લઈને ઐતિહાસિક સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કર્યું છે. 19 નવેમ્બર 2026ના રોજ ચીનના શેનઝેનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાયેલી પ્રથમ ત્રિપક્ષીય બેઠક બાદ આ ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતું.

‘China-Russia-U.S. Heads of State Declaration toward Peace’ નામના આ ઘોષણાપત્રમાં ત્રણેય દેશોએ વૈશ્વિક વ્યૂહાત્મક સ્થિરતા અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા માટે ત્રણેય દેશો સહમત

ઘોષણાપત્રમાં જણાવાયું છે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય તરીકે ચીન, રશિયા અને અમેરિકા UNમાં સુધારા માટે સાથે મળીને કામ કરશે. વૈશ્વિક પડકારોનો વધુ અસરકારક રીતે સામનો કરવા અને આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવા માટે સંયુક્ત રાષ્ટ્રને વધુ સક્ષમ બનાવવાનો હેતુ છે.

તેલની સપ્લાય વધારવા પર ભાર

ત્રણેય દેશોએ તમામ દેશોના હિતમાં રિફાઇન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોનું ઉત્પાદન અને પુરવઠો વધારવાની યોજના બનાવી છે. સાથે જ વૈશ્વિક સ્તરે ઊર્જાનો સ્થિર પુરવઠો જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો છે.

આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન

ત્રણેય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ દેશોની સંમતિના સિદ્ધાંત અને સરકારી અધિકારીઓને મળતી કાનૂની છૂટનું સન્માન કરવાની જરૂરિયાત જણાવી છે. તેમણે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત (ICC) સહિતની સંસ્થાઓને પોતાના અધિકારક્ષેત્રનો દુરુપયોગ ન કરવાની વાત પણ કહી છે.

પરમાણુ યુદ્ધ રોકવા માટે ત્રણેય દેશો એકમત

આ ઘોષણાપત્રનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો પરમાણુ હથિયારોને લઈને છે. ત્રણેય દેશોએ સ્પષ્ટ કર્યું છે કે પરમાણુ યુદ્ધ જીતી શકાય તેમ નથી અને આવું યુદ્ધ ક્યારેય લડવું પણ ન જોઈએ. આ ઉપરાંત પરમાણુ જોખમ ઘટાડવા અને પરમાણુ હથિયારોના પ્રસારને રોકવા માટે પરસ્પર વાતચીત કરવા સંમતિ દર્શાવી છે.

શી જિનપિંગે બેઠકને ગણાવી સકારાત્મક અને પરિણામલક્ષી

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ચીન, રશિયા અને અમેરિકા વચ્ચેની આ ત્રિપક્ષીય બેઠકને સકારાત્મક, રચનાત્મક અને પરિણામલક્ષી ગણાવી છે. તેમણે કહ્યું કે ત્રણેય દેશો વિશ્વ શાંતિ જાળવવાના મુદ્દે એકમત છે. લાંબા પ્રયાસો બાદ પ્રાપ્ત થયેલી શાંતિને જાળવી રાખવી અત્યંત જરૂરી છે.

શાંતિ અને સહયોગ માટે સાથે મળીને કામ કરશે ત્રણેય દેશો

શી જિનપિંગે વધુમાં જણાવ્યું કે બેઠક દરમિયાન થયેલી સહમતિઓને અમલમાં મૂકવા માટે ત્રણેય દેશોએ સાથે મળીને કામ કરવું જોઈએ. આ માટે પરસ્પર સંવાદ અને સંપર્કને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. સહયોગ દ્વારા શાંતિને પ્રોત્સાહન આપવું અને વધુ સારા વિશ્વનું નિર્માણ કરવું એ ત્રણેય દેશોની સંયુક્ત જવાબદારી છે.

Back to top button