અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ વચ્ચે દોડાવાશે સ્પેશિયલ ટ્રેન: દિવાળી વેકેશન બાદ મુસાફરોની ભીડને પગલે રેલવેનો નિર્ણય

Ahmedabad Bandra Special Train : દિવાળી વેકેશન પૂર્ણ થતા જ પોતાના વતન અને પ્રવાસે ગયેલા લોકો મોટી સંખ્યામાં પરત ફરી રહ્યા હોવાથી નિયમિત ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વધારાની ભીડને પહોંચી વળવા અને મુસાફરો સરળતાથી તેમજ આરામદાયક મુસાફરી કરી શકે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ સ્પેશિયલ ટ્રેન 21 નવેમ્બર (શનિવાર) અને 22 નવેમ્બર (રવિવાર)ના રોજ બંને દિશામાં એક-એક ફેરો કરશે.
ટ્રેનનો સમય અને રૂટની વિગત
-
બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ (ટ્રેન નં. 09023): આ ટ્રેન 21 નવેમ્બર, 2026 (શનિવાર)ના રોજ સવારે 04:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. તે સવારે 05:00 વાગ્યે બોરીવલી અને 08:55 વાગ્યે સુરત પહોંચશે, અને તે જ દિવસે બપોરે 13:50 વાગ્યે અમદાવાદ પહોંચશે.
-
અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ (ટ્રેન નં. 09024): વળતી દિશામાં આ ટ્રેન 22 નવેમ્બર, 2026 (રવિવાર)ના રોજ મધ્યરાત્રિ બાદ 02:30 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરશે અને તે જ દિવસે બપોરે 12:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં બસ અને LPG ગેસ ટેન્કર વચ્ચે ટક્કર, 10 લોકો જીવતા ભડથું, 27 ઘાયલ
7 મુખ્ય સ્ટેશનો પર મળશે સ્ટોપેજ
વેકેશન બાદ પરત ફરતા મુસાફરોની સુવિધા માટે આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં મુસાફરી દરમિયાન કુલ 7 સ્ટેશનો પર રોકાશે, જેમાં બોરીવલી, પાલઘર, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને આણંદ સ્ટેશનનો સમાવેશ થાય છે.
કોચની વ્યવસ્થા અને ટિકિટ બુકિંગ
તમામ વર્ગના મુસાફરોને સુવિધા મળી રહે તે માટે આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ, ચેર કાર તેમજ જનરલ (સામાન્ય) શ્રેણીના કોચ લગાવવામાં આવશે. ટ્રેન નંબર 09023 અને 09024 માટે ટિકિટનું બુકિંગ તમામ પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો (PRS) તેમજ IRCTCની વેબસાઈટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ઇસ્લામ બાબા: ફકીર જેને ગુરુ માનતો હતો દાઉદ, તેની મંજૂરી વગર નહોતો લેતો કોઈ નિર્ણય












