ટ્રેન્ડિંગનેશનલવિશેષ

ઇસ્લામ બાબા: ફકીર જેને ગુરુ માનતો હતો દાઉદ, તેની મંજૂરી વગર નહોતો લેતો કોઈ નિર્ણય

Islam Baba :  અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના જીવન અને તેના નેટવર્કને લઈને એક મોટો ખુલાસો થયો છે. પૂર્વ FBI એજન્ટ કમરાન ફરીદીએ એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે દાઉદ ઇબ્રાહિમ ઇસ્લામ બાબા નામના એક ફકીર પર અતૂટ વિશ્વાસ રાખતો હતો અને તેને પોતાનો અંગત પીર માનતો હતો. સ્થિતિ એવી હતી કે દાઉદ અને તેની ડી-કંપનીના સભ્યો રોજબરોજના કામોથી લઈને કોઈ પણ મોટું ઓપરેશન પાર પાડતા પહેલા ઇસ્લામ બાબાની પરવાનગી લેતા હતા. બાબાની મંજૂરી મળ્યા બાદ જ ગેંગ આગળ વધતી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કમરાન ફરીદીના જણાવ્યા મુજબ, ઇસ્લામ બાબા મૂળ મુંબઈના ડોંગરી વિસ્તારના રહેવાસી હતા. જ્યારે દાઉદ ઇબ્રાહિમ અને ડી-કંપની પાકિસ્તાન ભાગી ગયા, ત્યારે પણ ઇસ્લામ બાબા સાથે તેમનો સંપર્ક જળવાઈ રહ્યો હતો. બાદમાં દાઉદે તેમને પાકિસ્તાન બોલાવી લીધા હતા અને પોતાના ઘરની નજીક જ એક જગ્યાએ તેમના રહેવાની વ્યવસ્થા કરી હતી. ફરીદીએ જણાવ્યું કે ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં ઇસ્લામ બાબાનું ઘણું નામ હતું, જોકે થોડા સમય પહેલાં તેમનું અવસાન થઈ ગયું છે.

બાબાની પરવાનગી વગર નહોતું થતું કોઈ કામ

ફરીદીએ દાવો કર્યો કે દાઉદ ઇબ્રાહિમ ઇસ્લામ બાબાની વાતો પર આંખ બંધ કરીને ભરોસો કરતો હતો. જો દાઉદને રાત્રે કોઈ કામ માટે બહાર જવું હોય, તો તે પહેલા બાબાને પૂછતો હતો અને જો બાબા ના પાડી દે તો દાઉદ ઘરની બહાર નીકળતો નહોતો. ફરીદીના મતે, ડી-કંપનીના અન્ય સભ્યો પણ બાબાના આદેશનું ચુસ્તપણે પાલન કરતા હતા. તેમણે ત્યાં સુધી કહ્યું કે જો બાબા કોઈને નાસ્તામાં ઈંડું ખાવાની ના પાડી દે, તો તે વ્યક્તિ ઈંડું પણ ખાતી નહોતી.

આ પણ વાંચોઃ NHAIએ ટોલ વીમા સમાપ્તિ મેસેજની ચેતવણી પર કરી સ્પષ્ટતા

કમરાન ફરીદીએ જણાવ્યું કે તેમણે FBI માટે પાકિસ્તાનમાં દાઉદના નેટવર્કમાં ઘૂસણખોરી કરવા દરમિયાન અંડરકવર કામ કર્યું હતું. આ સમયગાળામાં તેઓ દાઉદને ઘણી વખત મળ્યા હતા, તેને ખૂબ નજીકથી જોયો હતો અને દાઉદની પાર્ટીઓમાં પણ સામેલ થયા હતા.

ઇસ્લામ બાબા દ્વારા દાઉદ પર દબાણ લાવવાનો હતો પ્રયાસ

કમરાન ફરીદીના જણાવ્યા અનુસાર, તેમની એવી કોશિશ હતી કે કોઈપણ રીતે ઇસ્લામ બાબા સુધી પહોંચ બનાવવામાં આવે અને તેમને પોતાના કબજામાં લઈને દાઉદ પર દબાણ લાવવામાં આવે. તેમનું માનવું હતું કે બાબા દ્વારા દાઉદ અને તેના નેટવર્ક પર અસર પાડી શકાય તેમ હતી, પરંતુ તેઓ ઇસ્લામ બાબા સુધી પહોંચી શક્યા નહોતા.

ફરીદીએ દાઉદના ભત્રીજા અનીસના પુત્રને પણ આ સવાલ પૂછ્યો હોવાનો દાવો કર્યો છે કે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ માટે ફતવો કોણે જારી કર્યો હતો. તેમનો દાવો છે કે ડી-કંપનીમાં કોઈ મોટા ઓપરેશન કે વિસ્ફોટનો નિર્ણય ઇસ્લામ બાબાની મંજૂરી વગર શક્ય નહોતો અને એવું માનવામાં આવે છે કે 1993ના મુંબઈ બ્લાસ્ટ પણ તેમની જ પરવાનગીથી કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ PAK vs SL: પાકિસ્તાનનો સ્ટાર ફાસ્ટ બોલર બીજી ટેસ્ટમાંથી બહાર

Back to top button