ટ્રેન્ડિંગમનોરંજન

રણબીરની ‘રામાયણ’ના 400 કરોડના બજેટ પર શું બોલ્યા સલમાન ખાન?

Salman Khan On Ramayana: સલમાન ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ’ને લઈને ચર્ચામાં છે. 6 નવેમ્બરના રોજ મુંબઈમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ ઇવેન્ટ યોજાયું હતું, જ્યાં મીડિયા કર્મચારીઓને ફિલ્મનું ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. જોકે, ટ્રેલર સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવ્યું નથી. આ ઇવેન્ટ દરમિયાન સલમાન ખાને અનેક મુદ્દાઓ પર વાત કરી હતી. આ સાથે તેમણે રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. સલમાને ફિલ્મના 4000 કરોડ રૂપિયાના બજેટ અને VFX અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સલમાન ખાને ‘રામાયણ’ના બજેટ અંગે શું કહ્યું?

સલમાન ખાનનું માનવું છે કે લોકો ફિલ્મની વાર્તા કરતાં તેના બજેટ અને VFX વિશે વધુ ચર્ચા કરી રહ્યા છે, જે યોગ્ય નથી. પોતાની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ’ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન સલમાને કહ્યું કે ‘રામાયણ’ની ચર્ચા તેના બજેટ કે વિઝ્યુઅલ ઇફેક્ટ્સને લઈને નહીં, પરંતુ તેની વાર્તાને લઈને થવી જોઈએ. મુંબઈમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સલમાન ખાને કહ્યું, “મને લાગે છે કે રામાયણની ચર્ચા રામાયણ વિશે થવી જોઈએ, તેના VFX અને પ્રોડક્શન પાછળ થયેલા ખર્ચ વિશે નહીં. 4000 કરોડના બજેટ અને VFX-VFXની જે ચર્ચા થઈ રહી છે, તે યોગ્ય નથી.” તેમણે વધુમાં કહ્યું કે જો રામાયણની વાત થતી હોય તો તેમાં રામ, રાવણ અને સીતાની ચર્ચા થવી જોઈએ. સલમાનના આ નિવેદન બાદ ફરી એકવાર ફિલ્મના બજેટ અને તેના ભવ્ય નિર્માણને લઈને ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો: 56 ઘાટ, 30 લાખ દીવા અને 2100 ડ્રોન… અયોધ્યા રચશે નવો ઇતિહાસ!

સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ ક્યારે થશે રિલીઝ?

સલમાન ખાનના ચાહકો તેની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, વિવિધ કારણોસર ફિલ્મની રિલીઝમાં વિલંબ થઈ રહ્યો હતો. હવે આખરે ફિલ્મને લીલી ઝંડી મળી ગઈ છે. અગાઉ આ ફિલ્મનું નામ ‘બેટલ ઓફ ગલવાન’ રાખવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં તેનું નામ બદલીને ‘માતૃભૂમિ’ કરવામાં આવ્યું છે. પહેલાં આ ફિલ્મ 13 નવેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની નવી રિલીઝ તારીખ નક્કી કરવામાં આવી છે. ફિલ્મના પોસ્ટર અનુસાર, ‘માતૃભૂમિ’ 4 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો:  નાની ઉંમરે મોટી કમાન! વૈભવ સૂર્યવંશી બન્યા બિહારના કેપ્ટન
Back to top button