દોસ્તી હોય તો આવી! એલ્વિશ યાદવે ઓરીને ગિફ્ટ કરી ₹29 લાખની શાનદાર થાર
Elvish Yadav : સોશિયલ મીડિયા પર પોતાના બિન્દાસ અંદાજ માટે જાણીતા એલ્વિશ યાદવે ઈન્ટરનેટ સેન્સેશન ઓરી (ઓરહાન અવત્રામણી) ને ( Orry ) એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. એલ્વિશ યાદવે ( Elvish Yadav ) ઓરીને એક બ્રાન્ડ ન્યૂ મહિન્દ્રા થાર (Thar) ભેટમાં આપી છે, જેને જોઈને ઓરી આશ્ચર્યચકિત થઈ ગયો હતો .
ઓરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કારની ડિલિવરી અને પોતાના રિએક્શનનો આખો વિડીયો શેર કર્યો હતો. આ વીડિયો શેર કરતાં ઓરીએ કેપ્શનમાં લખ્યું, “બાય બાય જી-વેગન, હેલો થાર”. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે ઓરીને આ ગિફ્ટ વિશે સહેજ પણ અંદાજ નહોતો અને ગાડી સામે આવતાં જ તેમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ખાસ નોટ લખીને પૂરો કર્યો જૂનો વાયદો
નવી થાર સાથે એલ્વિશ યાદવે ઓરી માટે પોતાના હાથે લખેલી એક ખાસ નોટ પણ મોકલી હતી. આ નોટમાં એલ્વિશ યાદવે પોતાના સિગ્નેચર અંદાજમાં લખ્યું હતું, “ઓરી મેરા ગાય, ખતરોં કે ખિલાડી માટે ખૂબ ખૂબ અભિનંદન, આપકા ભાઈ એલ્વિશ ભાઈ.” વાસ્તવમાં, ઓરી ‘ખતરોં કે ખિલાડી સીઝન 15’ માંથી 45 દિવસની લાંબી સફર બાદ બહાર થયા છે.
આ ભેટ પાછળનું એક રોચક કારણ એ પણ છે કે જ્યારે ઓરી એલ્વિશના પોડકાસ્ટમાં આવ્યા હતા, ત્યારે એલ્વિશે તેમની પસંદગીની ગાડી પૂછતાં ઓરીએ થારનું નામ લીધું હતું, અને હવે એલ્વિશે પોતાનો વાયદો નિભાવીને આ કાર ગિફ્ટ કરી છે.
View this post on Instagram
આ પણ વાંચો:આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ આવતાં એર ઈન્ડિયાનો કો-પાઈલટ સસ્પેન્ડ
સોશિયલ મીડિયા પર બંનેની અનોખી મિત્રતાની ચર્ચા
એલ્વિશ અને ઓરી વચ્ચેની બોન્ડિંગ અગાઉ પણ અનેક વખત ચર્ચામાં રહી ચૂકી છે. આ વર્ષે જાન્યુઆરીમાં ઓરી એલ્વિશના શો ‘ફોરકાસ્ટ વિથ એલ્વિશ યાદવ’ માં પહોંચ્યા હતા, જ્યાં તેમનો એક ફની વેલકમ વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ સિવાય એક સમયે બંનેનો એક સ્ક્રિપ્ટેડ થપ્પડવાળો વીડિયો પણ ચર્ચાસ્પદ બન્યો હતો.
બંનેની મિત્રતા ફરી એકવાર ‘ટોક ઓફ ધ ટાઉન’ બની
તાજેતરમાં તેઓ ‘લાફ્ટર શેફ્સ સીઝન 3’ માં પણ સાથે જોવા મળ્યા હતા, જ્યાં ઓરીના સિગ્નેચર ‘હેન્ડ્સ ઓન ચેસ્ટ’ પોઝ પર ઢગલાબંધ મીમ્સ બન્યા હતા. હવે આ નવી કારની ગિફ્ટ મળ્યા બાદ સોશિયલ મીડિયા પર આ બંનેની મિત્રતા ફરી એકવાર ‘ટોક ઓફ ધ ટાઉન’ બની છે.
આ પણ વાંચો:રાત્રે સૂતી વખતે હાર્ટ એટેકથી બચવા માટે શું ખાવું? સંશોધનમાં થયો ખુલાસો












