ટ્રેન્ડિંગનેશનલ

આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ આવતાં એર ઈન્ડિયાનો કો-પાઈલટ સસ્પેન્ડ

Air India co-pilot suspended : દિલ્હી ફ્લાઇટ ઉડાવતા રોકાયાદિલ્હી-ફૂકેત ફ્લાઇટના પાયલટ-ઇન-કમાન્ડ સાયકોએક્ટિવ (નશાકારક) પદાર્થ પરીક્ષણમાં પોઝિટિવ આવતાં તેને બરતરફ કરાયાના આશરે એક મહિના બાદ એર ઈન્ડિયામાં વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. સ્વિટ્ઝર્લેન્ડના ઝ્યુરિખ એરપોર્ટ પર આલ્કોહોલ ટેસ્ટમાં ખામી જણાતાં એર ઈન્ડિયાના અન્ય એક કો-પાઈલટને ફરજ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એરપોર્ટ અધિકારીઓને શંકા ગઈ હતી કે કો-પાઈલટે દારૂ પીધો છે, જેના પગલે 6 સપ્ટેમ્બરના રોજ તેને દિલ્હી જતી ફ્લાઇટ ઉડાવતા અટકાવી દેવામાં આવ્યા હતા. જોકે આ મામલે એર ઈન્ડિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કો-પાઈલટનો બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ પોઝિટિવ

એર ઈન્ડિયાના (Air India) અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રાથમિક સ્ક્રીનિંગમાં કો-પાઈલટનો બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે વિગતવાર ફોલો-અપ ટેસ્ટના અંતિમ પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ કો-પાઈલટને 6 સપ્ટેમ્બરે ઝ્યુરિખથી દિલ્હી માટેની એર ઈન્ડિયાની ફ્લાઇટ AI151 ઓપરેટ કરવાની હતી. એરપોર્ટ પર તેનામાંથી દારૂની ગંધ આવતી હોવાની જાણ થતાં એરલાઈન પ્રશાસને જાતે સ્થાનિક સ્વિસ સત્તાવાળાઓને માહિતી આપી હતી અને તાત્કાલિક સુરક્ષા પગલાં ભર્યા હતા.

આ પણ વાંચો:રાત્રે સૂતી વખતે હાર્ટ એટેકથી બચવા માટે શું ખાવું? સંશોધનમાં થયો ખુલાસો

યોગ્ય શિસ્તભંગના પગલાં

ટેસ્ટ રિપોર્ટ સામે આવ્યા બાદ કો-પાઈલટને તાકીદે ફ્લાઇંગ ડ્યુટી પરથી હટાવી વધુ તબીબી તપાસ માટે મોકલાયા હતા. ત્યારબાદ તેમને એક સામાન્ય પેસેન્જર તરીકે ભારત પરત મોકલી દેવામાં આવ્યા છે અને જ્યાં સુધી આખરી મેડિકલ રિપોર્ટ તેમજ આંતરિક તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસના તારણોના આધારે યોગ્ય શિસ્તભંગના પગલાં લેવાશે.

સ્વિસ ફેડરલ ઓફિસ ઓફ સિવિલ એવિએશન (FOCA) ના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવિએશન નિયમો હેઠળ યોગ્ય કાર્યવાહી કરી ભારતના ડીરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને વાકેફ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે નિર્ધારિત સમય મુજબ ફ્લાઇટ AI151 ટેક-ઓફ કરી શકી નહોતી.

આ પણ વાંચો:ઘોડાની નાળની વીંટી પહેરવાથી થાય છે આ ફાયદા, જાણો કયા દિવસે કઈ આંગળીમાં પહેરવી 

Back to top button