ઇંગ્લેન્ડની ODI ટીમ જાહેર, 25 વર્ષીય ખેલાડીને સોંપાઈ કેપ્ટનશિપ
England Cricket Team : ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમમાં નેતૃત્વની જવાબદારી હવે ફરી એકવાર ચાર્લી ડીનના ખભા પર રહેશે. ટીમની નિયમિત કપ્તાન નટ સાઇવર-બ્રન્ટની ગેરહાજરીમાં ડીનને આયર્લેન્ડ સામેની ત્રણ મેચની ODI સીરિઝ માટે ઇંગ્લેન્ડની કમાન સોંપવામાં આવી છે.
બંને ટીમો વચ્ચે આ સીરિઝ સપ્ટેમ્બરમાં રમાશે. ડીન આ પહેલા ન્યુઝીલેન્ડ સામેની ODI સીરિઝમાં પણ ઇંગ્લેન્ડની કપ્તાની કરી ચૂકી છે. તે સમયે સાઇવર-બ્રન્ટ ઈજાના કારણે ટીમમાંથી બહાર હતી. હવે ફરી એકવાર ડીનને કપ્તાની કરવાની તક મળી છે અને તે આયર્લેન્ડ પ્રવાસ પર ટીમની આગેવાની કરશે.
આ સીરિઝ માટે ઇંગ્લેન્ડે ઘણા અનુભવી ખેલાડીઓને આરામ આપ્યો છે. સાઇવર-બ્રન્ટ અને ડેની વ્યાટ-હોજ પોતાની ફિટનેસ અને રિકવરી પર કામ કરી રહી છે, જ્યારે સોફી એકલેસ્ટોન, લોરેન બેલ અને એમી જોન્સને ટીમમાં સ્થાન મળ્યું નથી. એવામાં ઘણા યુવા ખેલાડીઓ પાસે વનડે ટીમમાં પોતાની દાવેદારી મજબૂત કરવાની સુવર્ણ તક હશે.
કેપ્સી સંભાળશે વિકેટકીપિંગની જવાબદારી
એમી જોન્સની ગેરહાજરીમાં એલિસ કેપ્સી વિકેટકીપરની ભૂમિકા ભજવશે. તાજેતરમાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં તે ઇંગ્લેન્ડની રિઝર્વ વિકેટકીપર હતી. તો બીજી તરફ, ગ્રેસ પોટ્સ અને કિરા ચાથલીને પહેલીવાર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી શકે છે. બંને ખેલાડીઓ આ સમર સીઝનમાં ઇંગ્લેન્ડના સેટઅપનો હિસ્સો રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ચારિસ પાવેલી પણ ODI ડેબ્યૂની રેસમાં છે. તેણે અત્યાર સુધી ઇંગ્લેન્ડ માટે બે T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. આ સિવાય રિયાના મેકડોનાલ્ડ-ગેને પણ ટીમમાં વાપસી કરાવવામાં આવી છે. ગયા વર્ષે લોઅર-બેક (પીઠની નીચેના ભાગ)ની સમસ્યાને કારણે તે ટીમમાંથી બહાર હતી. આ સીઝનમાં તેણે કાઉન્ટી ક્રિકેટની સાથે-સાથે માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ માટે પણ સરસ પ્રદર્શન કર્યું છે. ડાબા હાથની સ્પિનર ટિલી કોર્ટીન-કોલમેન પણ ટીમનો હિસ્સો છે. તે અત્યાર સુધી બે ODI રમી ચૂકી છે અને બંને મેચ ન્યુઝીલેન્ડ સામે હતી.
ક્યારે અને ક્યાં રમાશે મેચ?
ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે પહેલી ODI 1 સપ્ટેમ્બરે લીસેસ્ટરમાં રમાશે. બીજી મેચ 3 સપ્ટેમ્બરે ડર્બીમાં, જ્યારે ત્રીજી અને છેલ્લી વનડે 6 સપ્ટેમ્બરે વોર્સેસ્ટરમાં યોજાશે. આ સીરિઝમાં યુવા ખેલાડીઓ પાસે પોતાની પ્રતિભા સાબિત કરવાની શાનદાર તક હશે.
આયર્લેન્ડ પ્રવાસ માટે ઇંગ્લેન્ડની મહિલા ટીમ:
માયા બુશિયર, એલિસ કેપ્સી (વિકેટકીપર), કિરા ચાથલી, ટિલી કોર્ટીન-કોલમેન, ચાર્લી ડીન (કપ્તાન), સોફિયા ડંકલી, લોરેન ફિલર, ડેની ગિબ્સન, જોડી ગ્રેકોક, ફ્રેયા કેમ્પ, રિયાના મેકડોનાલ્ડ-ગે, ચારિસ પાવેલી, ગ્રેસ પોટ્સ, મેડી વિલિયર્સ, ઇસ્સી વોંગ.
આ પણ વાંચો:ઘરે જ બનાવો દેશી ઘીમાંથી નેચરલ લિપ બામ: ફાટેલા હોઠ મિનિટોમાં થશે સોફ્ટ
આ પણ વાંચો:ટ્રમ્પની ગુપ્ત ડિપ્લોમસી સામે આવી? ઈરાનના ગાર્ડ સાથે વાતચીતનો દાવો












