ટ્રેન્ડિંગ

36 વર્ષની અભિનેત્રીનું જન્મદિવસના 5 દિવસ પહેલા નિધન, આ ફિલ્મોમાં કર્યું કામ

Hayden Panettiere Death: હૉલિવૂડમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુપરહીરો થ્રિલર ટીવી સીરિઝ ‘હીરોઝ’ (Heroes) ફેમ અભિનેત્રી હેડન પેનેટીયર હવે આ દુનિયામાં નથી રહ્યા. 16 ઓગસ્ટે 36 વર્ષની વયે તેમનું નિધન થઈ ગયું છે. ‘હીરોઝ’માં તેમણે ક્લેયર બેનેટનું પાત્ર ભજવ્યું હતું. આ રોલ દ્વારા તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી. તેમના પિતા સ્કિપ પેનેટીયરે નિધનની જાણકારી શેર કરી છે. જોકે, હજુ સુધી તેમના મૃત્યુનું કારણ સામે આવ્યું નથી.

તેમના પિતાએ  કહ્યું, “ખૂબ જ દુઃખ સાથે અમે અમારી વહાલી હેડનના નિધનના સમાચાર શેર કરી રહ્યા છીએ. તે એક અદ્ભુત વ્યક્તિ હતી. તેણે પોતાના તમામ ઓળખીતાઓ અને સ્ક્રીન પર જોનારા લાખો લોકોના જીવનમાં ખૂબ પ્રેમ અને ખુશીઓ ભરી.” તેમણે આ દુઃખના સમયમાં લોકોને ગોપનીયતા (પ્રાઈવસી) જાળવી રાખવા માટે પણ અપીલ કરી છે.

 

View this post on Instagram

 

5 દિવસ પછી હતો જન્મદિવસ

જણાવી દઈએ કે હેડન પેનેટીયરનું નિધન તેમના જન્મદિવસના ઠીક 5 દિવસ પહેલાં થયું. 21 ઓગસ્ટે તેઓ પોતાનો 37મો બર્થડે ઉજવવાના હતાં. જોકે, અચાનક સામે આવેલા તેમના નિધનના સમાચારથી દરેક કોઈ હેરાન થઈ ગયું છે. લોકો માટે એ વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે કે તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

11 મહિનાની વયે ડેબ્યૂ

હેડન પેનેટીયર માત્ર 11 મહિનાની ઉંમરે પહેલીવાર જાહેરાત (એડ) દ્વારા ટીવી પર જોવા મળ્યાં હતાં. તેઓ રમકડાની એક એડમાં દેખાયા હતાં. તે પછી તેમણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે અન્ય ઘણી જાહેરાતો કરી અને વર્ષ 1998 માં ‘ધ ઓબ્જેક્ટ ઓફ માય અફેક્શન’ (The Object of My Affection) દ્વારા તેમણે ફિલ્મ જગતમાં પગ મૂક્યો. આ ફિલ્મમાં તેઓ નાનકડા રોલમાં દેખાયા હતાં. તેમની સફર ચાલુ રહી અને વર્ષ 2006 માં ટીવી સીરિઝ ‘હીરોઝ’ (Heroes) દ્વારા તેઓ ઘેર-ઘેર જાણીતાં બન્યાં.

આ ફિલ્મોમાં જોવા મળ્યાં હતાં હેડન પેનેટીયર

હેડન પેનેટીયર પોતાની કારકિર્દીમાં 70 થી પણ વધુ પ્રોજેક્ટ્સનો હિસ્સો રહ્યાં હતાં. તેઓ ‘ધ ગુડ સ્ટુડન્ટ્સ’, ‘ધ ડસ્ટ ફેક્ટરી’, ‘ધ અફેર ઓફ ધ નેકલેસ’, ‘આલ્ફા એન્ડ ઓમેગા’, ‘અમાંડા નોક્સ’ સહિત અન્ય ઘણી ફિલ્મોમાં જોવા મળ્યાં. છેલ્લીવાર તેઓ 9 જાન્યુઆરી 2026 ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્લીપવોકર’ (Sleepwalker) માં દેખાયા હતાં.

આ પણ વાંચો:‘હું ભારતથી નહીં…’ અંતરિક્ષથી પૃથ્વી જોઈને શુભાંશુ શુક્લાનો બદલાયો વિચાર

આ પણ વાંચો:PM મોદીના નિવેદનના વિરોધમાં ઈન્સ્ટાગ્રામ પર બની દિમાગી નક્સલ પાર્ટી, 24 જ કલાકમાં હજારો લોકો જોડાયા!

Back to top button