ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

એલોન મસ્ક પહોંચ્યા ઈઝરાયેલ, PM નેતન્યાહુને મળ્યા અને કહ્યું- કટ્ટરવાદ…

ઈઝરાયલ અને પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે Teslaના CEO એલોન મસ્ક ઇઝરાયલ પહોંચી ગયા છે. તેઓ અહીં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળ્યા અને આ સંઘર્ષ અંગે ઈઝરાયેલને સમર્થન આપ્યું.

એલોન મસ્કે ઈઝરાયેલને સમર્થન આપતાં કહ્યું કે, “ઈઝરાયેલ અને હમાસ વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થયા બાદ તેઓ ગાઝાના પુનઃનિર્માણમાં મદદ કરવા ઈચ્છશે, પરંતુ પેલેસ્ટિનિયન વિસ્તારોને કટ્ટરપંથી મુક્ત કરવા તે મહત્વપૂર્ણ છે.”

એલોન મસ્ક અને નેતન્યાહુ કિબુત્ઝ કફર અજા પહોંચ્યા

હમાસના હુમલાથી પ્રભાવિત કિબુત્ઝ કાફ્ર આઝાની મુલાકાતે મસ્ક પણ નેતન્યાહુની સાથે હતા. આ મુલાકાતનો ફોટો શેર કરતા નેતન્યાહુએ સોશિયલ મીડિયા પર લખ્યું, “મેં કિબુત્ઝ કેફર અજાને એલોન મસ્ક સાથે મુલાકાત લીધી હતી જેથી તેમને હમાસ દ્વારા માનવતા વિરુદ્ધ કરવામાં આવેલા અપરાધોને નજીકથી બતાવવામાં આવે.”

જોકે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના કરાર હેઠળ 24 નવેમ્બરથી ચાર દિવસીય યુદ્ધવિરામ શરૂ થઈ ગયો છે. આ અંતર્ગત ઇઝરાયેલમાં કેદ અને પેલેસ્ટાઇન અને ગાઝામાં બંધક બનાવાયેલા ડઝનબંધ લોકોની અદલાબદલી કરવામાં આવી રહી છે. 7 ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ યુદ્ધવિરામ છે.

Back to top button