ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કચ્છ બાદ હવે સૌરાષ્ટ્રનો વારો: આ બે જગ્યા પર ખાલી એક કલાકમાં 6 ભૂકંપના આંચકા આવ્યા, લોકો ભાગવા લાગ્યા

જેતપુર, 09 જાન્યુઆરી 2026: કચ્છમાં વારંવાર ભૂકંપ આવે છે, પણ આ વખતે હવે સૌરાષ્ટ્રમાં પણ ભૂકંપના આંચકા જોવા મળી રહ્યા છે. આજે વહેલી સવારે 6.19થી 7.33 વાગ્યા સુધીમાં એટલે કે એક કલાક જેટલા સમયગાળામાં ભૂકંપના 6 આંચકા અનુભવાયા છે. કલાકમાં આટલા બધા આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. નોંધનીય છે કે, ગુરૂવારની રાતે એટલે કે આઠમી જાન્યુઆરીના રોજ પણ ઉપલેટામાં રાત્રે 8.43 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

રાજકોટમાં પહેલો ભૂકંપનો આંચકો શુક્રવારે સવારે 6.19 કલાકે આવ્યો હતો. જે ઉપલેટાથી 28 કિ.મી. પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશાએ જેતપુર પાસે 3.8ના ભૂકંપથી ધરતી ધણધણી ઉઠી હતી. જે બાદ બીજો આંચકો સવારે 6.19 કલાકે આવ્યો હતો. જે ઉપલેટાથી 27 કિ.મી. પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશાએ જેતપુર પાસે 2.9ના ભૂકંપથી ધરતી ધણધણી ઉઠી હતી.
ત્રીજો આંચકો 6.58 કલાકે આવ્યો હતો. જે ઉપલેટાથી 27 કિ.મી. પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશાએ જેતપુર પાસે 3.2ના ભૂકંપનો આંચકો આવ્યો હતો. ચોથો આંચકો 7.10 કલાકે આવ્યો હતો. જે જે ઉપલેટાથી 28 કિ.મી. પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશાએ જેતપુર પાસે 2.9ના ભૂકંપથી ધરતી ધણધણી ઉઠી હતી.
જે બાજ પાંચમો આંચકો 7.13 કલાકે આવ્યો હતો.જે ઉપલેટાથી 27 કિ.મી. પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશાએ જેતપુર પાસે 2.9ના ભૂકંપથી ધરતી ધણધણી ઉઠી હતી. છઠ્ઠો આંચકો 7.33 કલાકે આવ્યો હતો. જે ઉપલેટાથી 27 કિ.મી. પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશાએ જેતપુર પાસે 2.7ની તીવ્રતાનો હતો.
ગુરૂવારની રાત્રિના 8.43 વાગ્યે ઉપલેટાથી 30 કિ.મી. પૂર્વ-ઉત્તર-પૂર્વ દિશાએ જેતપુર પાસે 3.3ના ભૂકંપથી ધરતી ધણધણી ઉઠતા કંપન અનુભવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો બીજી તરફ અમરેલીના ખાંભા પંથકમાં આજે સાંજે 1.9ની તીવ્રતાનો આંચકો પણ નોંધાતા ત્યાં પણ ભયનો માહૌલ જોવા મળ્યો હતો.
Back to top button