રામ ચરણની ફિલ્મ “પેડ્ડી” ના વિવાદાસ્પદ સીન બદલાશે: વધતા આક્રોશ વચ્ચે ડિરેક્ટરે માંગી માફી
Peddi Movie Controversy: સાઉથ સુપરસ્ટાર રામ ચરણની ફિલ્મ ‘પેડ્ડી’ ને લઈને ચાલી રહેલા મોટા વિવાદ વચ્ચે ફિલ્મના નિર્માતાઓએ સત્તાવાર રીતે નમતું જોખ્યું છે. ફિલ્મમાં અભિનેત્રી જાહ્નવી કપૂર પર ફિલ્માવવામાં આવેલા કેટલાક દ્રશ્યો સામે દર્શકોએ ઉગ્ર વાંધો ઉઠાવ્યો હતો. આ વિવાદ સોશિયલ મીડિયા પર વ્યાપક બનતા જ ફિલ્મના દિગ્દર્શક બુચી બાબુ સનાએ સત્તાવાર રીતે જાહેર માફી માંગી લીધી છે.
ડિરેક્ટર બુચી બાબુ સનાએ ‘X’ પર શેર કરી લાંબી પોસ્ટ
શનિવારે દિગ્દર્શકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સ્પષ્ટતા કરી કે, “મારું હંમેશાંથી એવું માનવું રહ્યું છે કે સિનેમાનું કામ લોકોને મનોરંજન અને પ્રેરણા આપવાનું છે, કોઈને પણ અસ્વસ્થ કે અપમાનિત કરવાનું નથી.” તેમણે વધુમાં ઉમેર્યું કે, તેઓ દર્શકોના આક્રોશને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યા છે. ફિલ્મમાં કોઈપણ સ્ત્રી પાત્રને નકારાત્મક રીતે દર્શાવવાનો તેમનો કોઈ ખોટો ઈરાદો નહોતો, છતાં જો કોઈની લાગણી દુભાઈ હોય તો તેઓ દિલથી માફી માંગે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
વિવાદાસ્પદ દ્રશ્યોમાં કરવામાં આવશે મોટા ફેરફાર
દિગ્દર્શકે આ માફીનામા સાથે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ફિલ્મના જે પણ ભાગો સામે વિરોધ થઈ રહ્યો છે, તેને હવે બદલવામાં (એડિટ કરવામાં) આવશે. સમય સાથે પ્રેક્ષકોની સંવેદનશીલતા બદલાતી રહે છે અને એક ફિલ્મ નિર્માતા તરીકે તેનું સન્માન કરવું તેમની જવાબદારી છે.
ફિલ્મ સ્ટાર કાસ્ટ અને રિલીઝ વિગતો
નોંધનીય છે કે, 4 જૂનના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ ‘પેડ્ડી’ માં રામ ચરણ એક પાવરફુલ ગ્રામીણ યુવકના પાત્રમાં છે, જે સ્પોર્ટ્સ સ્ટાર હોવાની સાથે પોતાના સમુદાયનો લીડર પણ છે. આ બિગ બજેટ ફિલ્મમાં રામ ચરણ અને જાહ્નવી કપૂર ઉપરાંત બોમન ઈરાની, શિવ રાજકુમાર, જગપતિ બાબુ અને દિવ્યાંશુ જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: ‘જે ઉખાડવું હોય ઉખાડી લો’ વિવાદો વચ્ચે બોલી શિલ્પા શિંદે, સેક્સુઅલ હેરેસમેન્ટનો જણાવ્યો અર્થ












