39 વર્ષની ઉંમરે મા બનશે સમંથા રૂથ પ્રભુ, બેબી બંપ ફ્લોન્ટ કરી શેર કરી ખાસ પોસ્ટ

Samantha Ruth Prabhu to become a mother: દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સમંથા રુથ પ્રભુ હાલમાં પોતાની પ્રેગ્નન્સી ફેઝને એન્જોય કરી રહી છે. થોડા દિવસો પહેલા જ અભિનેત્રીએ પોતાની પ્રેગ્નન્સીની પુષ્ટિ કરી હતી અને હવે તેમણે બેબી બંપ ફ્લોન્ટ કરતી નવી તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
સમંથાએ તસવીર સાથે ખાસ કેપ્શન પણ લખ્યું હતું. અભિનેત્રીએ લખ્યું કે, “માય સિક્સ પેક, જ્યારે આપણે મળીશું ત્યારે મળશે.” તેમના આ પોસ્ટ બાદ ફેન્સ અને સેલિબ્રિટીઓ તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તાજેતરમાં સમંથાની ફિલ્મ ‘મા ઇંટી બંગારમ’ પણ રિલીઝ થઈ હતી, જેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારું કલેક્શન કર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફિલ્મના ગીતોના શૂટિંગ દરમિયાન ડિરેક્ટરને સમંથાની પ્રેગ્નન્સી વિશે જાણ થઈ હતી. કહેવાય છે કે અભિનેત્રીને મોર્નિંગ સિકનેસ થઈ રહી હતી, ત્યારબાદ તેમણે પ્રેગ્નન્સી અંગે ખુલાસો કર્યો હતો. જોકે, તેમણે તમામ એક્શન સીનનું શૂટિંગ પહેલાથી પૂર્ણ કરી દીધું હતું.
સમંથા રૂથ પ્રભુએ ફિલ્મમેકર રાજ નિદિમોરૂ સાથે 1 ડિસેમ્બર 2025ના રોજ લગ્ન કર્યા હતા. બંનેએ કોયમ્બતૂરના ઈશા યોગ કેન્દ્રમાં પ્રાઈવસી સેરેમની કરીને લગ્ન કર્યા હતા. આ સમંથાના બીજા લગ્ન હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સમંથાના પ્રથમ લગ્ન દક્ષિણ ભારતીય અભિનેતા નાગા ચૈતન્ય સાથે થયા હતા. 2021માં બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ સમંથાના જીવનમાં રાજ નિદિમોરૂ આવ્યા અને હવે બંને માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
આ પણ વાંચો :FIFA World Cup 2026 : ઈક્વાડોરને હરાવી મેક્સીકોએ 40 વર્ષમાં પ્રથમ વખત નોકઆઉટમાં મેચ જીત્યો












