Dhurandhar ફિલ્મે પહેલા જ દિવસે બોક્સ ઓફિસને ધ્રુજાવીઃ જાણો કેટલો કર્યો બિઝનેસ

ધુરંધર ફિલ્મે બોક્સ ઓફિસ પર છેલ્લા એક અઠવાડિયાથી પોતાનો દબદબો જાળવી રાખનાર ફિલ્મ ‘તેરે ઈશ્ક મેં’ને જોરદાર પડકાર આપ્યો છે
HD ન્યુઝ ડેસ્કઃ મોટા પડદાની એક્શન થ્રિલર Dhurandhar એ બોક્સ ઓફિસ પર ધારણા પ્રમાણે જ ધમાકેદાર શરૂઆત કરી છે. રિલીઝના પાંચ દિવસ પહેલા જ શરૂ થયેલી એડવાન્સ બુકિંગે સંકેત આપી દીધો હતો કે આ ફિલ્મ પહેલા દિવસે જબરદસ્ત કલેક્શન કરશે અને પરિણામ પણ એવું જ આવ્યું છે. Dhurandhar Box Office Collection ધુરંધર ફિલ્મે બોક્સ ઓફિસ પર છેલ્લા એક અઠવાડિયાથી પોતાનો દબદબો જાળવી રાખનાર ફિલ્મ ‘તેરે ઈશ્ક મેં’ને જોરદાર પડકાર આપ્યો છે.
રણવીર સિંહનો જાદુ ફરી ચાલ્યો
ફિલ્મ ધુરંધરે બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી છે. એડવાન્સ બુકિંગ પાંચ દિવસ અગાઉ જ શરૂ થયું હતું, જેના પરથી અંદાજ લગાવવામાં આવ્યો હતો કે આ ફિલ્મ પહેલા દિવસે જબરદસ્ત કલેક્શન કરી શકે છે અને થયું પણ એવું જ. ધુરંધરની રિલીઝને કારણે તેરે ઈશ્ક મેંના કલેક્શનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
‘ધુરંધર’નાં કારણે ‘તેરે ઇશ્ક મેં’ના કલેક્શનમાં ઘટાડો
છેલ્લા એક અઠવાડિયાથી ‘તેરે ઇશ્ક મેં’ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી હતી અને તેણે વિશ્વભરમાં ₹100 કરોડથી વધુની કમાણી કરી છે, પરંતુ હવે આ ફિલ્મને ટક્કર આપવા માટે ‘ધુરંધર’ આવી ગઈ છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ એક્શન થ્રિલર ફિલ્મે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાભરમાં શાનદાર ઓપનિંગ કરી છે.
ભારતમાં ‘ધુરંધર’ની જોરદાર ઓપનિંગ
‘ધુરંધર’ની રિલીઝની લાંબા સમયથી ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ 5 ડિસેમ્બરે મોટા પડદા પર રિલીઝ થતાની સાથે જ છવાઈ ગઈ છે. ફિલ્મે વર્ષના અંતમાં શાનદાર ઓપનિંગ કરતા ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ₹27 કરોડનું જબરદસ્ત કલેક્શન કરીને પોતાનું ખાતું ખોલ્યું છે.
વર્લ્ડવાઇડ કલેક્શનમાં પણ ‘ધુરંધર’નો કમાલ
ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર તો ‘ધુરંધર’એ કમાલ કર્યો જ છે, પરંતુ વિશ્વભરમાં પણ રણવીર સિંહની આ ફિલ્મનો જાદુ ચાલી ગયો છે. એક રિપોર્ટ અનુસાર, ‘ધુરંધર’નું પહેલા દિવસનું વર્લ્ડવાઇડ કલેક્શન ₹32.5 કરોડ રહ્યું છે. જોકે આ સત્તાવાર આંકડા નથી અને ચોક્કસ કમાણી આનાથી થોડી વધુ કે ઓછી પણ હોઈ શકે છે.
આ પણ વાંચોઃ વિક્કી કૌશલ-કૈટરીના કૈફે ખરીદી લક્ઝરી કાર Lexus LM350h, કિંમત કરોડોમાં












