ટ્રેન્ડિંગમનોરંજન

વિક્કી કૌશલ-કૈટરીના કૈફે ખરીદી લક્ઝરી કાર Lexus LM350h, કિંમત કરોડોમાં

  • આ લક્ઝરી કારને વિકી કૌશલ તરફથી તેના બાળક માટે ભેટ માનવામાં આવી રહી છે. કેટરિના અને વિકી પહેલા ઘણા સ્ટાર્સે લેક્સસ LM350h 4S ખરીદી છે

HD ન્યુઝ ડેસ્કઃ બી-ટાઉનના ન્યુલી સ્ટાર પેરેન્ટ્સ વિકી કૌશલ અને તેની પત્ની કેટરિના કૈફે દીકરાના જન્મના એક મહિના બાદ પોતાના પરિવારમાં વધુ એક નવા મહેમાનનું સ્વાગત કર્યું છે. તેની કિંમત ₹3 કરોડથી વધુની છે. આ નવું મહેમાન બીજું કોઈ નહિ, પરંતુ અભિનેતાની નવી અલ્ટ્રા-લક્ઝરી લેક્સસ કાર છે, જે તેના શાનદાર ઈન્ટિરિયર્સ અને ફર્સ્ટ ક્લાસ કમ્ફર્ટ માટે જાણીતી છે.

આ લક્ઝરી કારને વિકી કૌશલ તરફથી તેના બાળક માટે ભેટ માનવામાં આવી રહી છે. કેટરિના અને વિકી પહેલા ઘણા સ્ટાર્સે લેક્સસ LM350h 4S ખરીદી છે. આમાં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, આલિયા અને રણબીર કપૂરનો સમાવેશ થાય છે.

ન્યુલી ડેડ વિક્કીએ ખરીદી અલ્ટ્રા લક્ઝરી કાર

અભિનેતા વિકી કૌશલ અને કેટરિના કૈફે તાજેતરમાં ₹3.20 કરોડની વૈભવી Lexus LM350h 4S કાર ખરીદી છે. આ લક્ઝરી કારમાં બેઠેલા વિકી કૌશલના ઘણા ફોટા અને વીડિયો ઓનલાઈન સામે આવ્યા છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. ગયા અઠવાડિયે અભિનેતાએ મુંબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી, ત્યારબાદ તે Lexus LM350h 4S માં બેઠેલો જોવા મળ્યા હતા. આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સેલિબ્રિટીઝની પહેલી પસંદગી લેક્સસ LM350h 4S કેમ છે?

ચાર સીટવાળી Lexus LM350h 4S તેના આલીશાન ઈન્ટિરિયર્સ અને એકદમ કમ્ફર્ટ માટે સેલિબ્રિટીઓમાં પ્રિય છે. તેનું સિગ્નેચર ફીચર તેનો લાઉન્જ-સ્ટાઈલ રિયર કમ્પાર્ટમેન્ટ છે, જેમાં આલિશાન રિક્લાઇનર સીટ, 48-ઇંચ HD ડિસ્પ્લે, પ્રીમિયમ સાઉન્ડ ઈન્સ્યુલેશન અને ઘણી બધી આરામદાયક સુવિધાઓનો સમાવેશ થાય છે. આ બધું ફર્સ્ટ ક્લાસ ડ્રાઈવિંગનો અનુભવ આપે છે.

ફાધરહૂડને એન્જોય કરી રહ્યો છે વિક્કી

વિકી અને કેટરીનાએ આ વર્ષે નવેમ્બર મહિનામાં તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું હતું. આ દંપતીએ ઈન્સ્ટાગ્રામ પર એક પ્રેમાળ પોસ્ટ સાથે ખુશખબર શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, અમારા જીવનમાં ખુશીઓનું પેકેજ આવી ગયું છે. અપાર પ્રેમ અને કૃતજ્ઞતા સાથે, અમે અમારા પુત્રનું સ્વાગત કરીએ છીએ. આ પોસ્ટ પર પ્રિયંકા ચોપરા, આયુષ્માન ખુરાના, કરણ જોહર અને અન્ય સેલિબ્રિટીઝે શુભેચ્છાઓ આપી હતી.

વિકીએ GQ ઈન્ડિયા સાથેના એક ઇન્ટરવ્યુમાં પહેલીવાર પોતાના પિતા બનવા વિશે વાત કરી. તેણે કહ્યું હતું કે આ વર્ષે પિતા બનવું એ મારા માટે 2025 ની સૌથી મોટી ક્ષણ છે. તે એક જાદુઈ અનુભૂતિ છે. મેં હંમેશા વિચાર્યું હતું કે જ્યારે આ સમય આવશે ત્યારે હું ખૂબ જ ભાવુક અને ઉત્સાહિત થઈશ, પરંતુ વાસ્તવમાં તે મારા જીવનનો સૌથી ગ્રાઉન્ડિંગ અનુભવ રહ્યો છે.

આ પણ વાંચોઃ દીપિકા પાદુકોણના લુક પર રણવીર સિંહ ફિદા, કરી ફ્લર્ટી કોમેન્ટ, ફેન્સ થયા દિવાના

Back to top button