24 કલાકમાં બે વખત અટકાયત, રાહુલ-પ્રિયંકાના વિરોધથી દિલ્હી ગરમાયું
Rahul Gandhi : દિલ્હી પોલીસે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહેલા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને સાંસદ પ્રિયંકા ગાંધીને 2 કલાક બાદ મુક્ત કરી દીધા. છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની બે વખત અટકાયત કરી અને ત્યારબાદ તેમને છોડી મૂક્યા. ( Congress )
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપેલા લંચ બાદ તમામ નેતાઓ બસમાં સવાર થઈને જંતર-મંતર તરફ આગળ વધી રહ્યા હતા. જોકે, પોલીસ અને અર્ધલશ્કરી દળોએ અશોક રોડ પર શાંગરી-લા હોટલ સામે બેરિકેડ લગાવીને તેમને રોકી દીધા.
નેતાઓને ટેમ્પો ટ્રાવેલરમાં બેસાડીને લઈ જવામાં આવ્યા
રાહુલ ગાંધી અને કેટલાક અન્ય નેતાઓને ટેમ્પો ટ્રાવેલરમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીની અટકાયત બાદ અનેક કોંગ્રેસ કાર્યકરો ટ્રાવેલરની છત પર ચઢી ગયા અને જોરદાર સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. સુરક્ષા દળોની હાજરી વચ્ચે લાંબા સમય સુધી સૂત્રોચ્ચાર ચાલુ રહ્યો. વિપક્ષી સાંસદો ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે વિરોધ કરવા માટે જંતર-મંતર જવા માંગતા હતા. આ લંચમાં કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના સાંસદો સામેલ થયા હતા. જોકે, સમાજવાદી પાર્ટી, શિવસેના (UBT) અને NCP (શરદ પવાર) તરફથી કોઈ પ્રતિનિધિ હાજર રહ્યો નહોતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ અંગે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે લંચનો નિર્ણય મંગળવારે મોડી રાત્રે લેવામાં આવ્યો હતો અને તે જ સમયે તેની જાણ કરવામાં આવી હતી. તેથી સ્વાભાવિક છે કે કેટલાક પક્ષોના પ્રતિનિધિઓ તેમાં સામેલ ન થઈ શક્યા.
‘અમે ડરવાના નથી’: ખડગે
લંચ બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે; ઇન્ડિયા ગઠબંધનના તમામ સહયોગી પક્ષો જંતર-મંતર ખાતે જ્ઞાનેશ કુમાર સામે વિરોધ કરશે અને માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
ખડગેએ ચૂંટણી પંચની કામગીરી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો અને કહ્યું કે વિપક્ષી પક્ષો સાથે મળીને દેશની જનતાને તેના અધિકારો અંગે માહિતગાર કરવા માંગે છે. તેમણે કહ્યું કે લોકોના અધિકારોની રક્ષા માટે વિપક્ષી નેતાઓ અને સાંસદો સામે ગમે તેટલા કેસ કરવામાં આવે, તેઓ ડરશે નહીં કે અટકશે નહીં.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષના આશરે 300 સાંસદો બુધવારે ચૂંટણી કમિશનરોને મળવા માંગતા હતા, પરંતુ તેમને મળવાની મંજૂરી આપવામાં આવી નહોતી. તેમણે કહ્યું કે હવે વિપક્ષી સાંસદો જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરશે અને ચૂંટણી પ્રક્રિયા અંગે પોતાના સવાલો ઉઠાવશે. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રક્રિયામાં કથિત અનિયમિતતાઓનો મુદ્દો ઉઠાવીને ‘વોટ ચોરી’નો આરોપ પણ લગાવ્યો છે. વિપક્ષી સાંસદોના જંતર-મંતર કૂચને મંગળવારના વિરોધ પ્રદર્શનની આગળની કડી તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:Amazon Sale આવતીકાલથી LIVE! આ પ્રીમિયમ ફોન સસ્તા ભાવે મળશે
રસ્તા પર સૂઈને પ્રિયંકા ગાંધીએ કર્યો વિરોધ
પોલીસે રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ અને કાર્યકરોને ધક્કા મારીને બસોમાં બેસાડ્યા. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકરો દ્વારા કસ્તુરબા ગાંધી માર્ગ પર રાહુલ ગાંધી અને અન્ય નેતાઓને લઈ જઈ રહેલી બસનું ટાયર કથિત રીતે પંક્ચર કરવામાં આવ્યું.
આ પહેલાં પ્રિયંકા ગાંધી વિરોધ પ્રદર્શનકારીઓ અને મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓની હાજરી વચ્ચે રસ્તા પર સૂઈ ગયા હતા. તેમણે વિપક્ષી નેતાઓને ચૂંટણી પંચને મળવાની મંજૂરી ન મળે ત્યાં સુધી ત્યાંથી હટવાનો ઇનકાર કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ સાંસદો સાથે કરવામાં આવતા વ્યવહાર પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે સુરક્ષાકર્મીઓ પર સાંસદો સાથે ધક્કામુક્કી કરવાનો આરોપ પણ લગાવ્યો. કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે પણ સુરક્ષાકર્મીઓ પર લાઠીચાર્જ કરવાનો આરોપ લગાવ્યો હતો.
એક દિવસ પહેલાં પણ પોલીસે કરી હતી અટકાયત
ઇન્ડિયા ગઠબંધનના સાંસદોએ મંગળવારે સંસદથી ચૂંટણી પંચની ઓફિસ તરફ માર્ચ કર્યો હતો. જોકે, પોલીસે સંસદ માર્ગ પાસે બેરિકેડ લગાવીને માર્ચ રોકી દીધો હતો. ત્યારબાદ અનેક વિપક્ષી નેતાઓ અને સાંસદોએ ત્યાં જ ધરણા શરૂ કર્યા હતા. દિલ્હી પોલીસે વિરોધ પ્રદર્શન દરમિયાન ઓછામાં ઓછા 260 લોકોને કસ્ટડીમાં લીધા હતા, જેમાં ઇન્ડિયા ગઠબંધનના 10 સાંસદો પણ સામેલ હતા. બાદમાં તમામને મુક્ત કરી દેવામાં આવ્યા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ સહિત અનેક વિપક્ષી નેતાઓ સામેલ થયા હતા. વિપક્ષનું કહેવું છે કે SIR અને કથિત ‘વોટ ચોરી’ સહિત ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મુદ્દાઓ પર તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
આ પણ વાંચો:Ranji Trophy 2027: વૈભવ સૂર્યવંશીને રણજી ટ્રોફીની ટીમમાં સ્થાન નહીં, નવા કોચની જાહેરાત












