ટ્રેન્ડિંગ

Amazon Sale આવતીકાલથી LIVE! આ પ્રીમિયમ ફોન સસ્તા ભાવે મળશે

Amazon Sale : Amazon Great Indian Festival Sale 8 ઓક્ટોબર એટલે કે આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે સ્માર્ટફોન સેગમેન્ટમાં અનેક મોટા ઑફર્સ જોવા મળશે. Samsung, Apple, Xiaomi, OnePlus અને iQOO જેવા બ્રાન્ડના ફોન પર કિંમતમાં ઘટાડા સાથે બેંક ઑફર, કૂપન, એક્સચેન્જ બેનિફિટ અને નો-કોસ્ટ EMIનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે.

ખાસ વાત એ છે કે કેટલાક પ્રીમિયમ ફોન તેમની લોન્ચ કિંમતની સરખામણીએ ઘણી ઓછી કિંમતે મળી રહ્યા છે. જો તમે આ ફેસ્ટિવ સિઝનમાં નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ ડીલ્સ પર નજર રાખવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કે Amazon Saleમાં કયા પ્રીમિયમ ફોન પર મોટી ઑફર મળશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Samsung Galaxy S25 Ultra પર મોટી ઑફર

Samsung Galaxy S25 Ultra આ સેલની સૌથી મોટી પ્રીમિયમ ડીલ્સમાં સામેલ છે. કૂપન ઑફર સહિત ફોનની અસરકારક કિંમત ₹84,999 છે. આ ઉપરાંત 9 મહિના સુધી નો-કોસ્ટ EMIનો વિકલ્પ પણ મળી રહ્યો છે. ફોનની શરૂઆતની લોન્ચ કિંમત ₹1,29,999 હતી. એટલે કે સેલમાં આ ફોન તેની લોન્ચ કિંમત કરતાં ઘણી ઓછી કિંમતે મળી રહ્યો છે.

iPhone 16 પણ થયો સસ્તો

Appleનો iPhone 16 પણ Amazon Saleમાં ઓછી કિંમતે ઉપલબ્ધ છે. Amazon પર તેની કિંમત ₹71,999 દર્શાવવામાં આવી રહી છે, જ્યારે તેની લિસ્ટેડ કિંમત ₹89,900 છે. આ કિંમતમાં કૂપન, બેંક ડિસ્કાઉન્ટ અથવા અન્ય ઉપલબ્ધ ઑફર્સનો લાભ સામેલ છે.

Xiaomi 17 પર પણ મોટી કિંમતમાં ઘટાડો

Xiaomi 17ને Amazon Saleમાં ₹59,999માં લિસ્ટ કરવામાં આવ્યો છે. તેની લિસ્ટેડ કિંમત ₹1,19,999 છે. આ ડીલમાં ક્રેડિટ કાર્ડ EMI બેનિફિટ ઉપરાંત 6 મહિના સુધી નો-કોસ્ટ EMIનો વિકલ્પ પણ સામેલ છે.

લિસ્ટમાં OnePlus અને iQOOના ફોન પણ સામેલ

OnePlus Nord 6ની કિંમત હવે ₹42,999 છે, જ્યારે અગાઉ તે ₹52,999માં લિસ્ટ હતો.

બીજી તરફ, iQOO 15Rની અસરકારક કિંમત ₹46,499 છે, જ્યારે તેની લિસ્ટેડ કિંમત ₹69,999 હતી. iQOO 15R પર કૂપન ઉપરાંત 3 મહિના સુધી નો-કોસ્ટ EMIનો લાભ મળી શકે છે.

આ પણ વાંચો:Ranji Trophy 2027: વૈભવ સૂર્યવંશીને રણજી ટ્રોફીની ટીમમાં સ્થાન નહીં, નવા કોચની જાહેરાત

ઓછા બજેટમાં પણ અનેક વિકલ્પો

ઓછા બજેટમાં ફોન ખરીદવા માંગતા ગ્રાહકો માટે પણ કેટલીક ડીલ્સ ઉપલબ્ધ છે. iQOO Z11xaને ₹24,999માં લિસ્ટ કરવામાં આવ્યો છે, જ્યારે તેની લિસ્ટેડ કિંમત ₹40,999 છે. તેવી જ રીતે Redmi 15C 5G Prime પણ ₹15,999માં ઉપલબ્ધ છે, જ્યારે તેની લિસ્ટેડ કિંમત ₹29,999 છે.

એક્સચેન્જ અને બેંક ઑફરથી પણ મોટી બચત

સ્માર્ટફોન પર એક્સચેન્જ દ્વારા ₹70,000 સુધીની બચત કરવાનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ₹7,500 સુધીના કૂપન અને દર મહિને ₹2,944થી શરૂ થતી નો-કોસ્ટ EMI પણ ઉપલબ્ધ છે. SBI ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ તથા ક્રેડિટ કાર્ડ EMIથી પેમેન્ટ કરવા પર 10 ટકા સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે. જોકે, ફોનની અંતિમ કિંમત મોડલ, પેમેન્ટ પદ્ધતિ, એક્સચેન્જ કરવામાં આવતા જૂના ડિવાઇસ અને લાગુ પડતી અન્ય ઑફર્સના આધારે અલગ હોઈ શકે છે.

આ પણ વાંચો:મીઠાશ પર મોંઘવારીનો માર, એક જ વર્ષમાં કિંમતોમાં 20%નો તોતિંગ ઉછાળો

Back to top button