Ranji Trophy 2027: વૈભવ સૂર્યવંશીને રણજી ટ્રોફીની ટીમમાં સ્થાન નહીં, નવા કોચની જાહેરાત
Ranji Trophy 2027: ભારતીય સ્થાનિક ક્રિકેટ સિઝનની શરૂઆત થઈ ચૂકી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટ રણજી ટ્રોફીની આગામી સિઝનની શરૂઆત 11 ઓક્ટોબરથી થવા જઈ રહી છે. આ વખતે બિહારની ટીમ એલિટ ગ્રુપનો ભાગ છે. બિહાર ક્રિકેટ એસોસિએશને સિઝનની પ્રથમ બે મેચ માટે ટીમની જાહેરાત કરી છે. (2026–27 Ranji Trophy)
આ 17 સભ્યોની ટીમમાં સ્થાન મેળવનારા ખેલાડીઓમાં યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત બિહાર ક્રિકેટ એસોસિએશને કોચિંગ સ્ટાફમાં પણ ફેરફાર કર્યો છે. આશુતોષ અમનને નવા હેડ કોચ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ટીમની કેપ્ટનશિપની જવાબદારી સાકિબુલ ગની સંભાળશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં વ્યસ્ત હોવાથી વૈભવને ટીમમાં સ્થાન નહીં
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા બાદથી વૈભવ સૂર્યવંશી સતત ભારતીય ટી20 ટીમનો હિસ્સો રહ્યો છે. રણજી ટ્રોફી 2026-27માં જ્યારે બિહાર પોતાની પ્રથમ બે મેચ રમશે, તે સમયે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે 5 મેચની ટી20 સિરીઝ રમવાની છે. વૈભવ સૂર્યવંશી પણ આ સિરીઝ માટે ભારતીય ટીમનો ભાગ છે.
આ જ કારણસર વૈભવને રણજી ટ્રોફીની પ્રથમ બે મેચ માટે બિહારની ટીમમાં સ્થાન મળ્યું નથી. બિહારની પ્રથમ બે મેચ માટે સાકિબુલ ગનીને કેપ્ટન, જ્યારે હિમાન્શુ સિંહને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
બિહાર રણજી ટ્રોફી 2026-27ની એલિટ ગ્રુપની પોતાની પ્રથમ મેચ 11 ઓક્ટોબરે રાજગીર ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઉત્તર પ્રદેશ સામે રમશે. રણજી ટ્રોફી 2026-27નું આયોજન 11 ઓક્ટોબર 2026થી 3 માર્ચ 2027 સુધી કરવામાં આવશે.
આ પણ વાંચો:મીઠાશ પર મોંઘવારીનો માર, એક જ વર્ષમાં કિંમતોમાં 20%નો તોતિંગ ઉછાળો
રણજી ટ્રોફી 2026-27ની પ્રથમ બે મેચ માટે બિહારની ટીમ
સાકિબુલ ગની (કેપ્ટન), આયુષ લોહારુકા, મંગલ મહારૌર, નમન ગૌરવ, પિયુષ સિંહ, બિપિન કુમાર સૌરભ (વિકેટકીપર), શ્રમણ નિગ્રોધ (વિકેટકીપર), આકાશ રાજ, પૃથ્વી રાજ, હિમાન્શુ સિંહ (વાઇસ કેપ્ટન), ખાલિદ આલમ, સૂરજ કુમાર કશ્યપ, સાકિબ હુસૈન, મોહમ્મદ ઇઝહાર, શબ્બીર ખાન, રાઘવેન્દ્ર સિંહ, અમોદ યાદવ.
સ્ટેન્ડબાય: નવાઝ ખાન, મલય રાજ, દાનિશ આલમ, તરુણ કુમાર સિંહ, સચિન કુમાર સિંહ, પ્રશાંત કુમાર સિંહ.
સાકિબ હુસૈનને પણ ટીમમાં સ્થાન મળ્યું
આઈપીએલ 2026ની સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમનારા ઝડપી બોલર સાકિબ હુસૈનને રણજી ટ્રોફીની આગામી સિઝનની પ્રથમ બે મેચ માટે બિહારની ટીમમાં સ્થાન મળ્યું છે.
સાકિબ હુસૈને આઈપીએલમાં અત્યાર સુધી 11 મેચમાં 26.46ની સરેરાશથી 15 વિકેટ પોતાના નામે કરી છે.
બીજી તરફ, બિહાર માટે આ વખતે રણજી ટ્રોફીની સિઝન સરળ રહેવાની નથી. એલિટ ગ્રુપમાં ટીમને મોટી અને મજબૂત ટીમો સામે ટક્કર લેવાની રહેશે. બિહાર પોતાની પ્રથમ મેચ ઉત્તર પ્રદેશ સામે રમ્યા બાદ બીજી મેચ બરોડા સામે રમશે.
આ પણ વાંચો:‘મને ખબર જ ન હતી કેમેરા ચાલુ છે’: અમીન જાઝ સાથે કિસિંગ વીડિયો લીક પર અપૂર્વા મુખીજાએ તોડ્યું મૌન












