Kalkiની સિક્વલમાંથી દીપિકા પાદુકોણ આઉટ, મેકર્સે જણાવ્યું કારણ

- દીપિકા હવે પ્રભાસ સ્ટારર સાયન્સ ફિક્શન ફિલ્મ Kalki 2898 ADની સિક્વલનો ભાગ નહીં રહે, નિર્માતાઓએ કરી મોટી જાહેરાત
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હાલના દિવસોમાં તેના આગામી પ્રોજેક્ટ્સને લઈને સમાચારમાં છે. તાજેતરમાં જ દીપિકાને ‘એનિમલ’ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ ‘સ્પિરિટ’માંથી દૂર કરવામાં આવી હતી, તે દરમિયાન હવે તેને બીજા એક મોટા પ્રોજેક્ટમાંથી પણ દૂર કરવામાં આવી છે. દીપિકા હવે પ્રભાસ સ્ટારર સાયન્સ ફિક્શન ફિલ્મ Kalki 2898 ADની સિક્વલનો ભાગ નહીં રહે. નિર્માતાઓએ દીપિકાને આ ફિલ્મમાંથી દૂર કરવા અંગે મોટી જાહેરાત કરી છે.
This is to officially announce that @deepikapadukone will not be a part of the upcoming sequel of #Kalki2898AD.
After careful consideration, We have decided to part ways. Despite the long journey of making the first film, we were unable to find a partnership.
And a film like…
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 18, 2025
પ્રોડક્શન હાઉસ વૈજયંતી મુવીઝે બુધવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું. નિર્માતાઓએ X પર પોતાનું નિવેદન બહાર પાડતા કહ્યું, હતું કે આધિકારિક રીતે જાહેરાત કરવામાં આવે છે કે દીપિકા પાદુકોણ હવે Kalki 2898 AD ની આગામી સિક્વલનો ભાગ રહેશે નહીં. પહેલા ભાગમાં લાંબા સમય સુધી સાથે કામ કરવા છતાં, અમે સાચી ભાગીદારી બનાવી શક્યા નહીં. આ એક એવી ફિલ્મ છે જેમાં સંપૂર્ણ કમિટમેન્ટ અને પ્રતિબદ્ધતાની જરૂર છે. અમે તેને તેના ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે શુભકામનાઓ પાઠવીએ છીએ.
આ નિર્ણય ચાહકો માટે આઘાતજનક છે કારણ કે Kalki 2898 AD ના પહેલા ભાગમાં દીપિકા મુખ્ય અભિનેત્રી હતી, જેમાં પ્રભાસ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન જેવા મોટા નામો પણ હતા.
When I narrate a story to an actor, I place 100% faith. There is an unsaid NDA(Non Disclosure Agreement) between us. But by doing this, You’ve ‘DISCLOSED’ the person that you are….
Putting down a Younger actor and ousting my story? Is this what your feminism stands for ? As a…— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 26, 2025
દીપિકાને અગાઉ ‘સ્પિરિટ’માંથી પણ દૂર કરવામાં આવી હતી
આ પહેલી વાર નથી જ્યારે દીપિકાને મોટા બજેટની ફિલ્મમાંથી દૂર કરવામાં આવી હોય. મે 2025 માં સમાચાર આવ્યા હતા કે તેને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ “સ્પિરિટ” માંથી દૂર કરવામાં આવી છે. અહેવાલો અનુસાર માતા બન્યા પછી દીપિકાએ મર્યાદિત શૂટિંગ કલાકો (આઠ કલાકની શિફ્ટ જેમાં લગભગ છ કલાક શૂટિંગ) ની માંગણી કરી હતી. આ સાથે તેણે લગભગ ₹20 કરોડ ફી અને ફિલ્મના નફામાં હિસ્સો પણ માંગ્યો હતો.
આ શરતોથી ફિલ્મના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા નારાજ થયા અને તેમણે તેમના X હેન્ડલ પર એક નામ વગરની પોસ્ટ કરી હતી, જેને દીપિકા તરફ એક ઈશારો ગણવામાં આવ્યો હતો. બાદમાં તેમણે ફિલ્મ સ્પિરિટમાં મુખ્ય ભૂમિકા માટે દીપિકાના સ્થાને તૃપ્તિ ડિમરીને સાઈન કરી હતી
દીપિકા અલ્લુ અર્જુનની ફિલ્મમાં જોવા મળશે
હવે નવા અહેવાલો અનુસાર, દિગ્દર્શક એટલીની આગામી ફિલ્મ, AA22xA6 માં દીપિકા અલ્લુ અર્જુન સાથે જોવા મળી શકે છે. જોકે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.
આ પણ વાંચોઃ આ અભિનેત્રીને પહેલી જ બોલિવૂડ ફિલ્મ માટે રૂ. 530 કરોડની ઓફર કરાઈ?












