
અમદાવાદ, 14 જૂન 2025: covid 19 પછીનો વાયરસ ફરીથી દેશભરમાં ફેલાઈ રહ્યો છે અને હાલમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 7400 સુધી પહોંચી ગઈ છે. આરોગ્ય નિષ્ણાતો આ રોગથી બચવા માટે રોજીંદી રીતે તકેદારી રાખવાની સલાહ આપે છે.
24 કલાકમાં, 269 નવા લોકો ચેપનો ભોગ
14 જૂનના નોંધાયેલા કેસ મુજબ દેશમાં સક્રિય કેસ વધીને 7400 થઈ ગયા છે. 24 કલાકમાં, 269 નવા લોકો ચેપનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કોરોનાને કારણે 9 લોકો મૃત્યુ પામ્યા છે. આ વર્ષે કોરોનાને કારણે મૃત્યુઆંક વધીને ૮૭ થઈ ગયો છે. મે મહિનાના મધ્યભાગથી દેશમાં કોરોનાએ ફરીથી વેગ પકડ્યો છે, ચેપના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
કોરોનાથી બચવા આ મુદ્દાઓનું ધ્યાન રાખવું
ચેપને રોકવા માટે કોરોનને લગતી તમામ તકેદારીનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. જેમ કે હાથની સ્વચ્છતાનું પાલન કરવું, ભીડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું. 65 વર્ષથી વધુ ઉંમરના લોકો, સહ-રોગ ધરાવતા લોકો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ તેમના ડૉક્ટરની સલાહ પર બૂસ્ટર રસી લેવી જોઈએ.
રસી કિડની સમસ્યાઓના જોખમને ઘટાડી શકે
કોરોના રોગચાળાની શરૂઆતથી, COVID રસીઓ વિશે ઘણા પ્રકારના પ્રશ્નો ઉભા થયા છે. નિષ્ણાતોની ટીમ સતત એમ પણ કહી રહી છે કે કોરોના જેવી મહામારીથી સુરક્ષિત રહેવા માટે રસીકરણ સૌથી અસરકારક અને મજબૂત શસ્ત્ર છે. COVID રસીઓની અસરકારકતાનો અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકોની એક ટીમે તાજેતરના એક અહેવાલમાં દાવો કર્યો છે કે રસીઓ માત્ર અસરકારક નથી, પરંતુ તે તમારામાં ગંભીર કિડની સમસ્યાઓના જોખમને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
3,500 દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરાયું
UCLA હેલ્થ દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં, સંશોધકોએ અહેવાલ આપ્યો છે કે કોઈપણ ગંભીર સમસ્યાનું જોખમ ઓછું થાય છે. માર્ચ 2020થી માર્ચ 2022 વચ્ચે હોસ્પિટલમાં દાખલ થયેલા લગભગ 3,500 દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે જેમને રસી આપવામાં આવી હતી તેમને સતત રેનલ રિપ્લેસમેન્ટ થેરાપી (CRRT) ની જરૂર પડવાની શક્યતા ઓછી હતી.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતકના DNA મેચ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપાયો: જુઓ વિડિયો
આ પણ વાંચો: દક્ષિણ આફ્રિકાએ ચોકર્સનું ભાંગ્યું મેણું, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી આપી હાર












