અમદાવાદગુજરાતનેશનલ

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતકના DNA મેચ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપાયો: જુઓ વિડિયો

અમદાવાદ. 14 જૂન 2025: Ahmedabad Plane Crash Civil Hospital DNA 12 મી જૂને અમદાવાદના મેઘાણીનગર પાસે થયેલા બોઈંગ 787 પ્લેનના અકસ્માતમાં 241 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃતકોની ઓળખ માટે DNA મેચ કરવા સહિતની પ્રક્રિયા કરવી પડી છે. સરકાર અને સ્થાનિક આરોગ્ય તંત્ર, અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા મૃતકોના સંબંધીઓને બોલાવીને DNA મેચ કર્યા બાદ હુતાત્માઓના મૃતદેહ સોંપવાની કામગીરી કરાઇ છે. 14 મી જૂને પ્રથમ મૃતદેહ સન્માનભેર તેમના પરિજનોને સોંપાયો હતો.

અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકો પૈકી જે દિવંગતનું DNA મેચ થયું છે તે પૈકીના એકના સગાને સિવિલ હોસ્પિટલમા બોલાવીને ગણતરીના સમયમાં પરિવારને મૃતદેહ સોપવાની કામગીરી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ માટે એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી સહિતના હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ દુશ્મન દેશ પાકિસ્તાનના દોસ્ત તુર્કીએનું કાવતરું?

આ પણ વાંચો: તો વિશ્વના ક્રૂડ ઓઇલનો ૨૦% ભાગ અટકશે? ભારતમાં પેટ્રોલના ભાવ વધશે? 

Back to top button