સામાન્ય મીઠાંની બદલે વાપરો લો-સોડિયમ સોલ્ટ, દર વર્ષે બચી શકે છે 4 લાખ જીવ

Low-Sodium Salt Benefits: જો તમે તમારા સામાન્ય મીઠાની જગ્યાએ ઓછા સોડિયમવાળા મીઠા (Low Sodium Salt) નો ઉપયોગ કરો છો, તો આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક નવા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે મીઠું બદલવાથી દર વર્ષે આશરે 4 લાખ મોત ઓછા થઈ શકે છે. આ સાથે જ હાર્ટ અને કિડની સાથે જોડાયેલી બિમારીઓના 1.5 મિલિયન (15 લાખ) થી વધુ નવા કેસ અટકાવી શકાય છે. આ રિસર્ચ દર્શાવે છે કે ખાન-પાનમાં એક નાનો બદલાવ કરીને સ્વાસ્થ્યને કેટલો મોટો ફાયદો મળી શકે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
‘નેચર હેલ્થ’માં પ્રકાશિત થયેલા આ રિસર્ચથી એ અનુમાન લગાવવામાં આવ્યું છે કે જો દુનિયાભરમાં લોકો ઓછા સોડિયમવાળા મીઠાને અપનાવી લે, તો દર વર્ષે આશરે 30 લાખ મોત અને હાર્ટ તથા કિડની સાથે જોડાયેલી જૂની બિમારીઓના 1.01 કરોડ નવા કેસ અટકાવી શકાય છે. ભારતમાં પણ તેનાથી મોટો ફાયદો થઈ શકે છે, જ્યાં દર વર્ષે આશરે 4 લાખ મોત ઓછા થઈ શકે છે.
193 દેશોમાં મીઠું બદલવાથી થયા ફાયદા
જ્યોર્જ ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થ દ્વારા કરવામાં આવેલા આ સંશોધનમાં 193 દેશોમાં સામાન્ય મીઠાની જગ્યાએ લો-સોડિયમ સોલ્ટ અપનાવવાના ફાયદાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. રિસર્ચમાં જાણવા મળ્યું કે જે લોકોના ડાયેટમાં ઓછું સોડિયમવાળું મીઠું હતું, તેમને હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળી.
રિસર્ચમાં જણાવ્યું કે, ખૂબ વધુ સોડિયમ અને પૂરતી માત્રામાં પોટેશિયમ ન લેવું એ હાઈ બ્લડ પ્રેશરના મુખ્ય કારણો છે. તેમણે કહ્યું કે મીઠામાં બદલાવ કરીને હાઈપરટેન્શન, સ્ટ્રોક, હાર્ટ એટેક અને કિડનીની બિમારીઓને કંટ્રોલ કરી શકાય છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં ‘બ્લુ સુનામી’ બાદ ટ્રમ્પની પાર્ટીમાં ધમાસાણ? જેડી વેન્સ અને ટેડ ક્રૂઝે ખોલ્યો મોરચો
ભારતમાં મીઠાનો ઉપયોગ અને હાઈ બીપીની સ્થિતિ
ભારતમાં દરરોજ મીઠાની સરેરાશ ઉપયોગ 9.01 ગ્રામ આંકવામાં આવે છે, જે WHO દ્વારા સૂચવવામાં આવેલી 5 ગ્રામની મર્યાદાથી લગભગ બમણી છે. આ ભારતમાં હાઈ બીપીનું એક મોટું કારણ છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)-INDIAB ના 2023 ના એક અભ્યાસ મુજબ, ભારતમાં 315 મિલિયન લોકો, એટલે કે કુલ વસ્તીના 35.5%, ઉચ્ચ રક્તચાપ (હાઈપરટેન્શન) થી પીડિત છે. 2025 માં, WHO દ્વારા સામાન્ય વસ્તી માટે સામાન્ય મીઠાની જગ્યાએ પોટેશિયમ ક્લોરાઇડવાળા લો-સોડિયમ સોલ્ટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
Disclaimer: હેલ્થને લગતા અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. હેલ્થના આર્ટિકલ વાંચકોની જાગૃતિના હેતુથી તૈયાર કરવામાં આવ્યા છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ આપતું નથી. તમારી હેલ્થ બાબતે કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાત કે ડૉક્ટરની સલાહ લેવી. humdekhenge.in આ માટે જવાબદાર રહેશે નહીં.












