ટ્રેન્ડિંગવર્લ્ડ

G7 સમિટ બાદ ટ્રમ્પ-મેલોની વચ્ચે વધ્યો વિવાદ, ઇટાલીના પીએમએ લીધો મોટો નિર્ણય

Controversy escalates between Trump and Meloni: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચેનો વિવાદ હવે કૂટનિટીક તણાવમાં બદલાતો દેખાઈ રહ્યો છે. ટ્રમ્પ દ્વારા મેલોની અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ઇટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો તજાનીએ પોતાનો અમેરિકાનો પ્રસ્તાવિત પ્રવાસ રદ કરી દીધો છે. આ ઘટનાએ બંને દેશોના સંબંધોમાં નવી ખટાશ ઊભી કરી છે.

ટ્રમ્પના નિવેદનથી શરૂ થયો વિવાદ

વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઇટાલીની ટીવી ચેનલ La7ને આપેલા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો કે ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટ દરમિયાન જ્યોર્જિયા મેલોની તેમની સાથે સેલ્ફી લેવા માટે ઉત્સુક હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ટ્રમ્પે કહ્યું હતું કે, “મેલોનીએ મારી સાથે ફોટો લેવા વિનંતી કરી હતી. હું ફોટો લેવા માંગતો ન હતો, પરંતુ મને તેમના પર દયા આવી ગઈ.”

ટ્રમ્પના આ નિવેદન બાદ ઇટાલીમાં ભારે રાજકીય પ્રતિક્રિયા જોવા મળી.

મેલોનીએ ટ્રમ્પના દાવાને ગણાવ્યો ખોટો

ટ્રમ્પના નિવેદન બાદ જ્યોર્જિયા મેલોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયો શેર કરીને આ દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા.

મેલોનીએ કહ્યું કે, “ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો સંપૂર્ણપણે મનગઢંત છે. મને આશ્ચર્ય થાય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના સહયોગીઓ સાથે આવું વર્તન કેમ કરે છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “ઇટાલી અને હું ક્યારેય ભીખ માંગતા નથી.”

મેલોનીના આ નિવેદન બાદ ઇટાલીના અનેક રાજકીય નેતાઓએ તેમનો ખુલ્લેઆમ સમર્થન કર્યો.

ઇટાલીના વિદેશ મંત્રીએ રદ કર્યો અમેરિકા પ્રવાસ

ઇટાલીના વિદેશ મંત્રી એન્ટોનિયો તજાનીએ જાહેરાત કરી કે તેઓ હવે મિયામીમાં યોજાનારા Italy-US Business, Investment and Science Forumમાં ભાગ નહીં લે.

તેમણે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથેની બેઠક પણ રદ કરી દીધી છે.

તજાનીએ X પર લખ્યું કે, “પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સામે ટ્રમ્પ દ્વારા વપરાયેલા અપમાનજનક શબ્દો માત્ર મેલોની નહીં પરંતુ સમગ્ર ઇટાલીનું અપમાન છે.”

ઇરાન મુદ્દે બંને નેતાઓ વચ્ચે વધી મતભેદ

રિપોર્ટ્સ મુજબ છેલ્લા કેટલાક મહિનાઓથી ઇરાન મુદ્દે ટ્રમ્પ અને મેલોની વચ્ચે મતભેદ વધી રહ્યા છે.

ટ્રમ્પે NBC Newsને આપેલા ઇન્ટરવ્યૂમાં ફરી મેલોની પર નિશાન સાધ્યું અને કહ્યું કે તેઓ તેમને પોતાના સમર્થક તરીકે નથી જોતા.

તેમણે આરોપ લગાવ્યો કે ઇરાન સંઘર્ષ દરમિયાન ઇટાલીએ અમેરિકાને પૂરતું સમર્થન આપ્યું નહોતું.

પહેલા પણ સંબંધોમાં આવી ચૂકી છે ખટાશ

એક સમય એવો હતો જ્યારે ટ્રમ્પ અને મેલોનીને પશ્ચિમ યુરોપના સૌથી નજીકના રાજકીય સહયોગીઓ માનવામાં આવતા હતા.

મેલોની ટ્રમ્પના બીજા શપથવિધિ સમારોહમાં હાજરી આપનાર મુખ્ય યુરોપિયન નેતાઓમાં સામેલ હતી. પરંતુ હવે બંને દેશોના સંબંધોમાં વધતી તણાવપૂર્ણ સ્થિતિ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, છેલ્લા 24 કલાકમાં જાણો રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

Back to top button