ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો, છેલ્લા 24 કલાકમાં જાણો રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

Gujarat monsoon: ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં અનેક જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેના લીધે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા 19 જૂનથી 20 જૂન 2026ના સવારના 6:00 વાગ્યા સુધીના આંકડા મુજબ મધ્ય અને પૂર્વ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.

ગલતેશ્વરમાં સૌથી વધુ વરસાદ

ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 74 મીમી(2.91 ઇંચ) વરસાદ નોંધાયો છે. ખાસ કરીને અહીં સવારના 6 થી 8 વાગ્યાના માત્ર બે કલાકમાં જ 65 મીમી(2.56 ઇંચ) જેટલો વરસાદ ખાબક્યો હતો.

પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ

પંચમહાલ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે, જેમાં કાલોલમાં 64 મીમી(2.52 ઇંચ) અને ગોધરામાં 63 મીમી(2.48 ઇંચ) વરસાદ પડ્યો છે. આ ઉપરાંત પંચમહાલના મોરવા હડફમાં 48 મીમી(1.89 ઇંચ) અને ઘોઘંબામાં 43 મીમી(1.69 ઇંચ) વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પણ 56 મીમી(2.2 ઇંચ) વરસાદ સાથે નોંધપાત્ર પાણી ભરાયા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અન્ય તાલુકાઓની સ્થિતિ

વડોદરા જિલ્લાના દેસરમાં 33 મીમી(1.3 ઇંચ) વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લાના તિલકવાડામાં 25 મીમી(0.98 ઇંચ) અને ગરુડેશ્વરમાં 18 મીમી(0.71 ઇંચ) વરસાદ થયો છે. દાહોદ જિલ્લામાં પણ મેઘરાજાની સારી હાજરી રહી છે, જેમાં ફતેપુરામાં 24 મીમી(0.94 ઇંચ), દોહાદમાં 24 મીમી(0.94 ઇંચ) અને ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં 24 મીમી(0.94 ઇંચ) વરસાદ પડ્યો છે, જ્યારે સંજેલીમાં 21 મીમી(0.83 ઇંચ) વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં સુરતના કામરેજમાં 20 મીમી(0.79 ઇંચ) અને મહીસાગરના સંતરામપુરમાં 19 મીમી(0.75 ઇંચ) વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં પણ 13 મીમી(0.51 ઇંચ) વરસાદ સાથે મેઘરાજાએ હાજરી પુરાવી છે.

જિલ્લો તાલુકો વરસાદ (ઇંચ)
ખેડા ગલતેશ્વર 2.91
પંચમહાલ કાલોલ 2.52
પંચમહાલ ગોધરા 2.48
છોટાઉદેપુર બોડેલી 2.2
પંચમહાલ મોરવા હડફ 1.89
પંચમહાલ ઘોઘંબા 1.69
વડોદરા દેસર 1.3
નર્મદા તિલકવાડા 0.98
દાહોદ ફતેપુરા 0.94
દાહોદ દોહાદ 0.94
દાહોદ ગોવિંદ ગુરુ લીમડી 0.94
દાહોદ સંજેલી 0.83
સુરત કામરેજ 0.79
મહીસાગર સંતરામપુર 0.75
નર્મદા ગરુડેશ્વર 0.71
પંચમહાલ જાંબુઘોડા 0.67
દાહોદ લીમખેડા 0.63
પંચમહાલ શહેરા 0.59
પંચમહાલ હાલોલ 0.59
અમરેલી લાઠી 0.51
દાહોદ ઝાલોદ 0.51
દાહોદ સુખસર 0.51
છોટાઉદેપુર જેતપુર પાવી 0.47
મહીસાગર ગોધર 0.43
છોટાઉદેપુર છોટાઉદેપુર 0.43
દાહોદ ગરબાડા 0.39
દાહોદ દેવગઢબારિયા 0.39
દાહોદ સિંગવડ 0.39
ભાવનગર વલ્લભીપુર 0.31
છોટાઉદેપુર કડવાલ 0.31
ખેડા ફાગવેલ 0.28
નર્મદા ડેડિયાપાડા 0.28
નવસારી ગણદેવી 0.28
છોટાઉદેપુર નસવાડી 0.28
છોટાઉદેપુર સંખેડા 0.28
અમદાવાદ વિરમગામ 0.24
ભાવનગર ઘોઘા 0.24
મહીસાગર કડાણા 0.24
મહીસાગર લુણાવાડા 0.24
વડોદરા વાઘોડિયા 0.2
સુરત સુરત સિટી 0.2
ભાવનગર ભાવનગર 0.16
ભાવનગર સિહોર 0.16
દાહોદ ધાનપુર 0.16
નર્મદા નાંદોદ 0.16
નવસારી ચીખલી 0.16
ગીર સોમનાથ સુત્રાપાડા 0.16
મહીસાગર વીરપુર 0.16
છોટાઉદેપુર કવાંટ 0.16
વડોદરા સાવલી 0.08
વડોદરા ડભોઈ 0.04
વલસાડ વલસાડ 0.04

આ પણ વાંચો: સરકારી નોકરી મળતા બદલાઈ ગઈ પત્ની, પતિ સાથે રહેવાની ના પાડી દીધી

Back to top button