ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

કોન્ટેક્ટ લેન્સ કેટલા કલાક પહેરવા સુરક્ષિત? જો વધુ સમય આંખમાં રાખશો તો અંધાપો આવી શકે છે!

Health News: આંખો અનમોલ છે, પરંતુ આજકાલ સ્ટાઈલ અને સુવિધાના ચક્કરમાં કોન્ટેક્ટ લેન્સનો (Contact Lenses) ખોટો અને વધુ પડતો ઉપયોગ આંખોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ચશ્માની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા અને લુકને વધુ આકર્ષક બનાવવા માટે યુવાનોમાં કોન્ટેક્ટ લેન્સનો ક્રેઝ ઝડપથી વધ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે લેન્સને આંખોમાં સતત કેટલો સમય રાખવા જોઈએ? હેલ્થ એક્સપર્ટ્સના મતે, લેન્સ પહેરવાની એક ચોક્કસ સમય મર્યાદા હોય છે અને જો તેનાથી વધુ સમય પહેરવામાં આવે તો આંખોની રોશની હંમેશા માટે જઈ શકે છે.

આટલા કલાકથી વધુ ન કરવો જોઈએ ઉપયોગ

‘ફોકસ ક્લિનિક્સ’ ના એક રિપોર્ટ અનુસાર, સામાન્ય ડેઈલી વેર સોફ્ટ કોન્ટેક્ટ લેન્સને (Soft Contact Lenses) દિવસમાં માત્ર *૮ થી ૧૨ કલાક* સુધી જ પહેરવા સુરક્ષિત માનવામાં આવે છે. મોટાભાગના લોકો સવારથી સાંજ સુધી લેન્સ સરળતાથી પહેરી રાખે છે, પરંતુ તેને ૧૪ થી ૧૬ કલાકથી વધુ સમય માટે લગાવી રાખવા અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જો તમે પહેલીવાર લેન્સનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો શરૂઆતના દિવસોમાં તેને માત્ર ૪ કલાક જ પહેરો જેથી આંખો તેની આદત કેળવી શકે.

વધુ સમય લેન્સ લગાવવાથી કેમ થાય છે નુકસાન?

‘Optometrists.org’ ના રિપોર્ટ અનુસાર, આપણી આંખોના બહારના પડ એટલે કે કીકીને સ્વસ્થ રહેવા માટે સીધી હવામાંથી ઓક્સિજન મળે છે. પરંતુ જ્યારે કોઈ આંખ પર લેન્સ લગાવે છે, ત્યારે તે એક બેરિયર (અવરોધ) ની જેમ કામ કરે છે.

ખૂબ લાંબા સમય સુધી લેન્સ પહેરી રાખવાથી કોર્નિયા (Cornea) સુધી ઓક્સિજન પહોંચવાનું બંધ થઈ જાય છે, જેને મેડિકલ ભાષામાં *હાઈપોક્સિયા (Hypoxia)* કહેવામાં આવે છે. ઓક્સિજનની આ કમીના કારણે આંખો લાલ થવા લાગે છે, આંખોમાંથી સતત પાણી આવે છે અને અસહ્ય બળતરા શરૂ થાય છે.

‘ઓવરવેર સિન્ડ્રોમ’ અને અંધાપાનું જોખમ

અમેરિકાની હેલ્થ એજન્સી CDC ના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી લેન્સ લગાવી રાખવાની આ બેદરકારીને *’કોન્ટેક્ટ લેન્સ ઓવરવેર સિન્ડ્રોમ’ (Contact Lens Overwear Syndrome)* કહેવામાં આવે છે. લેન્સ પહેરીને સૂઈ જવું અથવા નિર્ધારિત સમય મર્યાદા કરતા વધુ સમય રાખવાથી આંખોમાં ઈન્ફેક્શન અને કોર્નિયલ અલ્સર (કીકી પર ઘા કે ચાંદું પડવું) નું જોખમ *૬ થી ૮ ગણું* વધી જાય છે. ગંભીર કિસ્સાઓમાં આ ઈન્ફેક્શન કોર્નિયાને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે, જેના કારણે માણસ હંમેશા માટે અંધ બની શકે છે.

Disclaimer: હેલ્થને લગતા અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. હેલ્થના આર્ટિકલ વાંચકોની જાગૃતિના હેતુથી તૈયાર કરવામાં આવ્યા છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ આપતું નથી. તમારી હેલ્થ બાબતે કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાત કે ડૉક્ટરની સલાહ લેવી. humdekhenge.in આ માટે જવાબદાર રહેશે નહીં.

આ પણ વાંચોઃ Health Tips : ફેટી લીવરના દર્દીઓએ દરરોજ સવારે જરૂર કરો આ કામ

આ પણ વાંચોઃ જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ પીએમ મોદીએ આપ્યું મોટું નિવેદન

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button