‘વોટ ચોરી’ વિરુદ્ધ કોંગ્રેસનું મોટું આંદોલન, આજે રામલીલા મેદાનમાં મહારેલી

Congress Rally Against SIR: ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગોટાળા અને ‘વોટ ચોરી’ના આરોપો પર કોંગ્રેસ પોતાનું આંદોલન મજબુત કરશે. પાર્ટી આજે એટલે કે, 14 ડિસેમ્બર, 2025, રવિવારના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરશે. આ રેલી દ્વારા કોંગ્રેસ ભાજપ સરકાર અને ચૂંટણી પંચ પર મિલીભગતનો આરોપ લગાવશે અને તેમને કઠેડામાં ઉભા કરશે.
રાહુલ ગાંધી અને ખડગે રેલીને સંબોધિત કરશે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી રેલીને સંબોધિત કરે તેવી અપેક્ષા છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, કેસી વેણુગોપાલ, જયરામ રમેશ અને સચિન પાયલટ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ પણ મંચ પર હાજર રહેશે. પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ રેલીમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
‘वोट चोर – गद्दी छोड़’ ✊ pic.twitter.com/rjuVM324cX
— Congress (@INCIndia) December 14, 2025
‘વોટ ચોરી’ વિરુદ્ધ 55 લાખ હસ્તાક્ષર
કોંગ્રેસના મહાસચિવ (સંગઠન) કે.સી. વેણુગોપાલે જણાવ્યું કે પાર્ટીએ ‘વોટ ચોરી’ વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ દ્વારા આશરે 55 લાખ સહીઓ એકત્રિત કરી છે. તેમણે કહ્યું, “રાહુલ ગાંધીએ પુરાવા સાથે દર્શાવ્યું છે કે વોટ ચોરી કેવી રીતે થઈ રહી છે. તેમણે ગૃહમંત્રીને આ મુદ્દા પર ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો, પરંતુ સરકારે કોઈ જવાબ આપ્યો નથી.”
રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ સુપરત કરવામાં આવશે
વેણુગોપાલે કહ્યું કે રેલી પછી, કોંગ્રેસ રાષ્ટ્રપતિને મળવાની વિનંતી કરશે અને 55 લાખ સહીઓવાળુ મેમોરેન્ડમ સુપરત કરશે. પાર્ટી કહે છે કે આ આંદોલન લોકશાહી અને નિષ્પક્ષ ચૂંટણીઓનું રક્ષણ કરવા માટે છે.
ચૂંટણી સુધારા અને મતદાર યાદીઓના SIR પર લોકસભામાં સરકાર અને વિપક્ષ વચ્ચે ગરમાગરમ ચર્ચા થયાના થોડા દિવસો બાદ જ આ રેલી થઈ રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ થઈ રહી છે.
લાખો લોકો રેલીમાં જોડાશે
કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ દાવો કર્યો છે કે લાખો લોકો આ રેલીમાં જોડાશે. તેમણે કહ્યું કે દેશભરના કોંગ્રેસ કાર્યકરોની સાથે, સામાજિક કાર્યકરો પણ રામલીલા મેદાનમાં એકઠા થશે. તેમણે એવો પણ સંકેત આપ્યો કે મહાગઠબંધનના ઘટક પક્ષોના નેતાઓ પણ આ રેલીમાં ભાગ લઈ શકે છે.
“વોટ ચોર ગદ્દી છોડ” ના નારા સાથે રેલી
કોંગ્રેસના નેતા સચિન પાયલોટે જણાવ્યું કે ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ કરી રહ્યું ન હોવાથી “વોટ ચોર ગદ્દી છોડ” ના નારા હેઠળ રેલી યોજાઈ રહી છે. તે જ સમયે, ભૂપેશ બઘેલે આરોપ લગાવ્યો કે ભાજપ અને ચૂંટણી પંચ સાથે મળીને લોકશાહીને નબળી બનાવી રહ્યા છે.
#WATCH | Visuals from Ramlila Maidan in Delhi, where Congress will hold its ‘Vote Chor Gaddi Chhod’ maharally later today. pic.twitter.com/HWsRxLT2MC
— ANI (@ANI) December 14, 2025
કોંગ્રેસના નેતા ઉદિત રાજે રેલીને જન આંદોલન ગણાવતા કહ્યું કે આ ફક્ત એક પાર્ટીનો કાર્યક્રમ નથી, પરંતુ લોકોના અધિકારો અને લોકશાહીના રક્ષણ માટેની લડાઈ છે. તેમણે સામાન્ય નાગરિકોને પણ આ રેલીમાં જોડાવા અપીલ કરી છે.
આ પણ વાંચો: દિલ્હી-NCRમાં જોખમી સ્તરે પ્રદૂષણ, 499 સુધી પહોંચ્યો AQI… વિઝિબિલિટી ઘટી, રેડ ઝોનમાં તમામ વિસ્તારો












