કેરળના નવા મુખ્યમંત્રી બન્યા વીડી સતીશન, 20 સભ્યોવાળી કેબિનેટે પણ શપથ લીધા

Kerala Swearing-in Ceremony: કેરળની નવી ચૂંટાયેલી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આજે તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યો છે. આ સમારોહમાં કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ હાજર રહ્યા છે. વીડી સતીસને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
#WATCH | Congress leader VD Satheesan takes oath as Chief Minister of Keralam at the Central Stadium in Thiruvananthapuram
(Source: PRD) pic.twitter.com/MKCPgnpO3F
— ANI (@ANI) May 18, 2026
કોંગ્રેસના નેતા વીડી સતીસનને યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ) વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને આજે સવારે 10 વાગ્યે તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે કેરળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સાથે સમગ્ર 20 સભ્યોના મંત્રીમંડળે પણ શપથ લીધા હતા. લગભગ છ દાયકામાં આ પહેલી વાર બનશે જ્યારે કોઈ મુખ્યમંત્રી તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે શપથ લેશે.
#WATCH | Thiruvananthapuram: Keralam Governor Rajendra Vishwanath Arlekar congratulates VD Satheesan after he took oath as Chief Minister of Keralam
(Source: PRD) pic.twitter.com/Czm9GLY8iV
— ANI (@ANI) May 18, 2026
વીડી સતીસન તેમના સમગ્ર 20 સભ્યોના મંત્રીમંડળ સાથે શપથ લેશે. લગભગ છ દાયકામાં આ પહેલી વાર બનશે જ્યારે કેરળમાં કોઈ મુખ્યમંત્રી તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે શપથ લેશે.
#WATCH | Thiruvananthapuram: VD Satheesan and Lok Sabha LoP Rahul Gandhi share a hug after Satheesan took oath as Chief Minister of Keralam
(Source: PRD) pic.twitter.com/IJPSyjepjo
— ANI (@ANI) May 18, 2026
અહેવાલ છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ શાસિત ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓ કેરળમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી રહ્યા છે.
#WATCH | Thiruvananthapuram: VD Satheesan greets party president Mallikarjun Kharge and other leaders present on the stage after taking oath as Chief Minister of Keralam
(Source: PRD) pic.twitter.com/Cxk3ZfJY1u
— ANI (@ANI) May 18, 2026
આ પણ વાંચો: કાશ્મીરમાં ફરવા ગયેલા અમદાવાદીઓને નડ્યો ભયંકર અકસ્માત, કાર ખીણમાં ખાબકતા 2ના મોત












