ટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડ

ચીનને મરચા લાગશે, દલાઈ લામાને ભારતરત્ન આપવાની માંગ; સાંસદોએ કેન્દ્રને પત્ર લખ્યો

ચીન, 7 જુલાઈ 2025:   સાંસદોના એક મંચ દ્વારા તિબેટીયન આધ્યાત્મિક નેતા અને ગુરુ દલાઈ લામા માટે ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે. આ સર્વપક્ષીય મંચમાં ભાજપ, બીજેડી અને જેડીયુ જેવા પક્ષોના સાંસદોનો સમાવેશ થાય છે. સાંસદોએ કેન્દ્ર સરકાર પાસે દલાઈ લામાને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ કરી છે.

શું છે આખો મામલો?

ઓલ પાર્ટી ઈન્ડિયન પાર્લામેન્ટરી ફોરમ ફોર તિબેટે તાજેતરમાં તેની બીજી બેઠકમાં સર્વાનુમતે આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો અને સરકારને એક પત્ર મોકલ્યો હતો. પત્રમાં દલાઈ લામાને સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરવાની મંજૂરી આપવાની પણ વિનંતી કરવામાં આવી હતી, જે કદાચ ચીનની નારાજગીનું કારણ બની શકે છે.

ફોરમે દલાઈ લામાના ભારત રત્ન નોમિનેશન માટે એક સહી ઝુંબેશ પણ શરૂ કરી છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 80 સાંસદોના હસ્તાક્ષર એકત્રિત કરવામાં આવ્યા છે. ફોરમનો હેતુ 100 સાંસદોના હસ્તાક્ષર એકત્રિત કર્યા પછી આ મેમોરેન્ડમ વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને સુપરત કરવાનો છે.

રાજ્યસભા સાંસદ સુજીત કુમારનું નિવેદન બહાર આવ્યું
રાજ્યસભા સાંસદ સુજીત કુમારે કહ્યું, “અમારું જૂથ દલાઈ લામા માટે ભારત રત્નની માંગ કરી રહ્યું છે. વિપક્ષી પક્ષોના સાંસદોએ પણ આ અભિયાનને સમર્થન આપ્યું છે. અમે લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષોને પત્ર લખીને દલાઈ લામાને સંયુક્ત સત્રને સંબોધિત કરવાની તક આપવા વિનંતી કરીશું.”

આ પણ વાંચો : આમિર ખાને જ્વાલા ગુટ્ટાની દિકરીનું નામ પાડ્યું, નામકરણ માટે અભિનેતા પહોંચ્યો હૈદરાબાદ

Back to top button