ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

સેક્સ વૉરફેરઃ સુંદર ચહેરા પાછળ જાસૂસીનું કાવતરૂ, જાણો કેવી રીતે પોતાની ઝાળમાં ફસાવે છે યુવતિઓ

નવી દિલ્હી: 24 ઓક્ટોબર, 2025: એક ચોંકાવનારા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચીન અને રશિયા સિલિકોન વેલીના પ્રોફેશનલ્સને ‘ફસાવવા’ માટે સુંદર મહિલા જાસૂસોનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી અમેરિકાના ટેક્નોલોજીકલ રહસ્યો મેળવી શકાય. ગુપ્તચર નિષ્ણાતો દ્વારા આ વ્યૂહરચનાને ‘સેક્સ વૉરફેર’ નામ આપવામાં આવ્યું છે.

વિશ્વના સૌથી શક્તિશાળી દેશો ટેકનોલોજીમાં આગળ નીકળવાની રેસમાં છે અને આ જ ખેંચતાણ વચ્ચે હવે જાસૂસીની લડાઈમાં ‘સેક્સ વૉરફેર’ શબ્દ જોડાયો છે.

‘હની ટ્રેપ‘નું હાઇ-ટેક સ્વરૂપ:

અમેરિકન ઇન્ટેલિજન્સ નિષ્ણાતોનો દાવો છે કે, ચીન અને રશિયા હવે સુંદર મહિલા જાસૂસો દ્વારા અમેરિકન ટેક્નોલોજીના સિક્રેટ્સ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

એક ન્યૂઝ મીડિયા સાથે વાત કરતાં પામિર કન્સલ્ટિંગના ચીફ ઇન્ટેલિજન્સ ઓફિસર જેમ્સ મલ્વેનનએ જણાવ્યું કે, તેમને તાજેતરમાં લિન્ક્ડઇન પર એક જેવા પ્રોફાઇલવાળી આકર્ષક, યુવા ચીની મહિલાઓની ‘રિક્વેસ્ટ’ મળી છે અને આ સિલસિલો તાજેતરમાં ઘણો વધી ગયો છે. એક કિસ્સો જણાવતા તેમણે કહ્યું કે, વર્જીનિયામાં એક બિઝનેસ કોન્ફરન્સમાં બે સુંદર ચીની મહિલાઓ અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહી હતી. તેમની પાસે કાર્યક્રમની બધી માહિતી હતી, જોકે તેમને એન્ટ્રી આપવામાં ન આવી.

મલ્વેનનનું કહેવું છે કે, આ ‘હની ટ્રેપ’ વ્યૂહરચના હવે અમેરિકા માટે ગંભીર ખતરો બની ગઈ છે. આપણા કાયદા અને સંસ્કૃતિ આપણને આવી જાસૂસીથી રોકે છે, પરંતુ આપણા વિરોધીઓ તેનો ખુલ્લેઆમ ઉપયોગ કરી રહ્યાં છે.

લગ્ન કરીને સંવેદનશીલ માહિતી એકત્ર કરવી:

અહેવાલ અનુસાર, કેટલીક મહિલા જાસૂસો માત્ર ફ્લર્ટિંગ સુધી સીમિત રહેતી નથી. તેઓ અમેરિકન નાગરિકો સાથે લગ્ન કરી લે છે અને પરિવાર વસાવીને વર્ષો સુધી સંવેદનશીલ માહિતી એકઠી કરતી રહે છે. એક પૂર્વ કાઉન્ટર-ઇન્ટેલિજન્સ અધિકારીએ એક રશિયન મહિલાનો કેસ ટાંક્યો હતો, જે એક અમેરિકન એરોસ્પેસ કંપનીમાં કામ કરતી હતી અને તેના અમેરિકન સહકર્મી સાથે લગ્ન કરી ચૂકી હતી. તપાસમાં સામે આવ્યું કે તે અગાઉ ‘રશિયન સોફ્ટ-પાવર સ્કૂલ’ સાથે જોડાયેલી હતી અને દસ વર્ષ પછી ‘ક્રિપ્ટો એક્સપર્ટ’ બનીને અમેરિકા પાછી આવી હતી.

કોર્પોરેટ જાસૂસીનું નવું સ્વરૂપ:

નિષ્ણાતોએ જણાવ્યું કે, હવે જાસૂસો હંમેશા તાલીમ પામેલા એજન્ટો નથી હોતા. સામાન્ય નાગરિકો, પ્રોફેસરો, બિઝનેસમેન અને ક્રિપ્ટો એક્સપર્ટ્સને પણ આ મિશનમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. અમેરિકન નિષ્ણાતોના મતે, આ જાસૂસી હવે માત્ર ડેટાની નહીં, પણ ભરોસા અને આકર્ષણની જંગ બની ચૂકી છે. એક એવી ‘સેક્સ વૉરફેર’, જે ‘દિલ જીતીને દિમાગ ચોરી’ કરવાનું કામ કરે છે.

આ પણ વાંચોઃ ‘તું ઘરડી થઈ ગયી છે… મધરાત સુધી બાથરૂમમાં…’ થપ્પડ મારનાર છોટુ લાલની પહેલી પત્નીના દાવા તમને ચોંકાવી દેશે.

આ પણ વાંચોઃ Video: નશામાં ધૂત પેસેન્જરે આખી ફ્લાઇટ માથે લીધી! ટેક ઑફ સમયે કર્યો હાળો, ક્રૂ મેમ્બર ભણાવ્યો પાઠ 

 

Back to top button