ટ્રેન્ડિંગવર્લ્ડ

યુક્રેનનો રશિયા પર મોટો હવાઈ પ્રહાર, મિસાઈલ ફેક્ટરીમાં ભીષણ આગ

RUSSIA: યુક્રેને રવિવારે (16 ઓગસ્ટ) રશિયા પર અત્યાર સુધીના સૌથી મોટા હવાઈ હુમલાઓમાંથી એકને અંજામ આપ્યો છે. આ હુમલામાં સેંકડો ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા છે. કીવ તરફથી રશિયા પર આ અત્યાર સુધીનો સૌથી ઘાતક પલટવાર કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ તસવીરોનું માનીએ તો પોડોલ્સ્કમાં આવેલા વાઇલ્ડબેરીઝના ગોડાઉનને યુક્રેને નિશાન બનાવ્યું છે. આ હુમલા બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટા ઊડતા જોવા મળી રહ્યા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેણે રાતોરાત 822 યુક્રેનિયન ડ્રોન નાશ કર્યા છે. બીજી તરફ, રશિયાએ રાતોરાત (15-16 ઓગસ્ટ) યુક્રેન પર અનેક હવાઈ હુમલા કર્યા છે. જેમાં એક સ્ટીલ પ્લાન્ટમાં બે લોકોના મોત થયા છે.

યુક્રેનના 822 ડ્રોન રશિયાએ તોડી પાડ્યા

રોયટર્સના જણાવ્યા અનુસાર, રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું, ‘તાજેતરના હુમલાઓમાં તેણે દેશભરમાં યુક્રેનના 822 ડ્રોન તોડી પાડ્યા છે. મોસ્કો ક્ષેત્રના ગવર્નર એન્દ્રે વોરોબ્યોવે જણાવ્યું છે કે સંઘર્ષ શરૂ થયા પછી મોસ્કો ક્ષેત્ર પર થયેલા સૌથી મોટા યુક્રેનિયન ડ્રોન હુમલાઓમાંથી એકમાં 83 વર્ષના એક વૃદ્ધનું મોત થયું છે. પોડોલ્સ્ક વિસ્તારમાં ઘણા લોકો ઘાયલ થયા છે. રશિયાના સૌથી મોટા ઓનલાઇન રિટેલર, વાઇલ્ડબેરીઝના એક ગોડાઉન પર હુમલો થયો છે.’

 

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ન્યૂઝ એજન્સી રોયટર્સે દાવો કર્યો છે કે યુક્રેન તાજેતરના અઠવાડિયામાં વાઇલ્ડબેરીઝને નિશાન બનાવી રહ્યું છે. આ રશિયાના આર્થિક માળખાને નુકસાન પહોંચાડવાનો એક મોટા પ્રયાસનો ભાગ છે. જેને તે મોસ્કોના સૈન્ય અભિયાનનો આધાર માને છે. પ્રાદેશિક ગવર્નરે દક્ષિણી રશિયન શહેર બેલગોરોદ પાસે એક બસ પર થયેલા ડ્રોન હુમલામાં એક વ્યક્તિના મોતની પુષ્ટિ કરી છે. યુક્રેને જણાવ્યું છે કે તેણે રાતોરાત રશિયાના રોસ્તોવ ક્ષેત્રમાં મિસાઇલ ઇંધણ બનાવતી એક ફેસિલિટી (સુવિધા) પર પણ હુમલો કર્યો છે.

યુક્રેન અને રશિયાએ એકબીજા પર હુમલા તેજ કર્યા

તાજેતરના અઠવાડિયામાં યુક્રેન પર હુમલા તેજ કર્યા પછી રશિયાએ ગયા અઠવાડિયે રોમાનિયન સરહદ પાસે ડેન્યૂબ નદી પર આવેલા યુક્રેનના સૌથી મોટા અનાજ નિકાસ બંદર (પોર્ટ) પર હુમલો કર્યો હતો. યુક્રેને પણ ઓઇલ રિફાઇનરીઓ સહિત રશિયન ઠેકાણાઓ પર હુમલા તેજ કરી દીધા છે. બંને પક્ષોએ કાળા સમુદ્ર (બ્લેક સી) માં કોમર્શિયલ જહાજોને નિશાન બનાવ્યા છે.

બીજી તરફ, યુક્રેનિયન અધિકારીઓનું કહેવું છે કે આ હુમલામાં ઓછામાં ઓછા બે લોકોના મોત થયા છે અને 14 લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં વીજ ઉત્પાદન અને બ્લાસ્ટ ફર્નેસ સેક્ટરને નુકસાન પહોંચ્યું છે. પ્લાન્ટની ઉત્પાદન પ્રક્રિયાઓ આંશિક રીતે રોકી દેવામાં આવી છે.

કીવ પર રશિયન હુમલાને કારણે બે જિલ્લામાં આગ લાગી

મેયર વિટાલી ક્લિટ્સકોએ કહ્યું, ‘રવિવારે સવારે કીવ પર રશિયન મિસાઇલ હુમલાના કારણે રાજધાનીના ઓછામાં ઓછા બે જિલ્લામાં આગ લાગી ગઈ. શહેરના સૈન્ય પ્રશાસનનું કહેવું છે કે ત્રણ લોકો ઘાયલ થયા છે. કીવ ક્ષેત્રના ગવર્નર તિમુર ત્કાચેન્કોએ જણાવ્યું કે આખા વિસ્તારમાં ડ્રોન હુમલાઓમાં એક બાળક સહિત અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. રોમાનિયા ઉપર એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે.’

આ પણ વાંચો:રિંકુ સિંહ સાથે ફેને કરી મજાક, ક્રિકેટરે પણ આપ્યો મજેદાર જવાબ

આ પણ વાંચો:એક વર્ષમાં બેંક ખાતામાં કેટલી રોકડ જમા કરી શકો? જાણો નિયમ

Back to top button