Bollywood: બોલિવૂડ અભિનેત્રી પર તૂટ્યો દુ:ખનો પહાડ, શેર કરી ઇમોશનલ પોસ્ટ

zarin khan mother passed away: બોલીવુડ અભિનેત્રી ઝરીન ખાન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. 8 એપ્રિલે તેમની માતા પરવીન ખાનનું નિધન થયું છે. પરિવાર તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, બુધવારે સવારે 10 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ઝરીન ખાનની માતા લાંબા સમયથી ઉંમર સંબંધિત બિમારીઓથી પીડાઈ રહી હતી. ઓક્ટોબર 2025માં તેમની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે અભિનેત્રીએ સોશિયલ મીડિયા મારફતે ચાહકોને આ અંગે માહિતી આપી હતી અને માતા માટે પ્રાર્થના કરવાની વિનંતી પણ કરી હતી.

હોસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ થોડા સમય સુધી તેમની તબિયત સ્થિર રહી હતી, પરંતુ 2026માં ફરીથી તેમની હાલત ખરાબ થતાં તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ દરમિયાન ઝરીન ખાન સતત પોતાની માતાની સાથે રહી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
માતા તેમના માટે સૌથી મોટો આધાર હતી. અભિનેત્રી પોતાની દરેક નાની-મોટી વાત માતા સાથે શેર કરતી હતી અને સોશિયલ મીડિયા પર પણ તેમની સાથેની તસવીરો મૂકતી હતી. માતાની તબિયત બગડતી વખતે ઝરીનને હંમેશા ચિંતા રહેતી કે તેઓ ફરી ઘરે પાછી ફરશે કે નહીં, પરંતુ હવે આ ભય સત્યમાં બદલાઈ ગયો છે.
ઝરીન ખાન 38 વર્ષની છે અને તેમણે હજી સુધી લગ્ન કર્યા નથી. તેમના કારકિર્દીની વાત કરીએ તો 2010માં સલમાન ખાનની ફિલ્મ “વીર”થી તેમણે બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. શરૂઆતમાં તેમને લઈને મોટી આશાઓ હતી, પરંતુ તેઓ લાંબા સમય સુધી ફિલ્મ ઉદ્યોગમાં ટકી શકી નહોતી. બાદમાં તેમણે પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
માતાના નિધનની ખબર મળતા જ ચાહકો સોશિયલ મીડિયા પર તેમને સંવેદનાઓ પાઠવી રહ્યા છે અને આ મુશ્કેલ સમયમાં હિંમત રાખવાની પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો : યુદ્ધવિરામમાં પાકિસ્તાનની ભૂમિકા પર પ્રશ્નો, શહબાઝ શરીફના પોસ્ટથી ઉઠ્યા સવાલો












