ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

યુદ્ધવિરામમાં પાકિસ્તાનની ભૂમિકા પર પ્રશ્નો, શહબાઝ શરીફના પોસ્ટથી ઉઠ્યા સવાલો

Shahbaz Sharif’s post raises questions: મધ્ય પૂર્વમાં છેલ્લા 38 દિવસથી ચાલતા તણાવ પર અચાનક વિરામ લાગતા હવે નવા રાજકીય પ્રશ્નો ઊભા થયા છે. અમેરિકા અને ઇરાન વચ્ચે જાહેર થયેલા યુદ્ધવિરામમાં પાકિસ્તાનની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ આ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફની એક પોસ્ટ વિવાદોમાં આવી ગઈ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સામે કડક કાર્યવાહી કરવાની ડેડલાઇન પૂર્ણ થવા પહેલાં જ યુદ્ધવિરામ જાહેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ નિર્ણય પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને સેનાપ્રમુખ સાથે થયેલી ચર્ચા બાદ લેવામાં આવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ દરમિયાન શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે ટ્રમ્પને ડેડલાઇન 2 અઠવાડિયા સુધી લંબાવવાની અપીલ કરી હતી. સાથે જ ઇરાનને હોર્મુઝ જળમાર્ગ 2 અઠવાડિયા માટે ખોલવા વિનંતી પણ કરી હતી.

પરંતુ આ પોસ્ટ તરત જ વિવાદમાં આવી ગઈ. કારણ કે પોસ્ટમાં “ડ્રાફ્ટ” શબ્દ દેખાતા ઘણા પ્રશ્નો ઊભા થયા. લોકોમાં ચર્ચા શરૂ થઈ કે શું આ સંદેશ ખરેખર તેમની ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો કે પછી કોઈ અન્ય દેશ તરફથી મોકલવામાં આવ્યો હતો.

shahbaz
shahbaz

ખાસ વાત એ છે કે આ ભૂલને માત્ર 1 મિનિટમાં સુધારી લેવામાં આવી હતી. પહેલા પોસ્ટમાં “ડ્રાફ્ટ” લખાયેલું હતું, જે પછી તેને દૂર કરીને સુધારેલી પોસ્ટ અપલોડ કરવામાં આવી. છતાં આ ઘટનાએ સોશિયલ મીડિયા પર શંકાઓને જન્મ આપ્યો છે.

આ સમગ્ર મામલે અલગ-અલગ દાવાઓ સામે આવી રહ્યા છે. કેટલીક આંતરરાષ્ટ્રીય સૂત્રો અનુસાર આ યુદ્ધવિરામમાં ચીનની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે, જ્યારે કેટલીક રિપોર્ટમાં પાકિસ્તાનને મુખ્ય મધ્યસ્થ તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે.

હાલમાં સ્પષ્ટ નથી કે આ યુદ્ધવિરામ પાછળ અસલી ભૂમિકા કોની છે, પરંતુ આ ઘટનાએ વૈશ્વિક રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. હવે આગળની ચર્ચાઓ અને કૂટનીતિક પ્રયાસો પર સૌની નજર રહેશે, જેથી આ તણાવનો કાયમી ઉકેલ મળી શકે.

આ પણ વાંચો : અમેરિકા-ઇરાન યુદ્ધવિરામ બાદ કાચા તેલમાં 20% સુધી ઘટાડો, ભાવ $100ની નીચે

Back to top button